Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ૦૩૫૫
લ.
ત્રિકલ - ત્રણ માત્રા. ચતુષ્કલ - ચાર માત્રા. પંચકલ - પાંચ માત્રા. પકલ - છ માત્રા. સપ્ટકલ - સાત માત્રા. અષ્ટકલ - આઠ માત્રા. દલ - અર્ધો ભાગ. પાદ - ચરણ, પદ્યનો ચોથો ભાગ. પૂર્વાદ્ધ - ઉપરનો અર્ધો ભાગ. ઉત્તરાદ્ધ - નીચેનો અર્ધો ભાગ. વિપ્રગણ - ચાર લઘુ. ઉત્થાપનિકા - છંદ જાણવા માટે અક્ષર-ગણ કે માત્રાગણનો મેળ
કેવી રીતે બેસે છે, તે દર્શાવનારી રીતિ. જયાં અક્ષર ઉપર આવું અર્ધચંદ્રાકાર ચિહ્ન કર્યું હોય ત્યાં તેને ગુરુને બદલે લઘુ ગણવો.
- જ્યાં હ્રસ્વ છે કે જે ઉપર-આવી રેખા કરી હોય, ત્યાં તે લઘુને ગુરુ ગણવો.
गाहा [ગાથાંક ૧, ૨, ૩૬, ૩૭, ૩૮, ૩૦, ૪૦ અને ૪૧]
ગાહા એ પ્રાકૃત ભાષાનો અતિપ્રાચીન છંદ છે અને જૈનાગમોમાં તથા અન્ય સૂત્રાદિમાં મહર્ષિઓ દ્વારા વિપુલ પ્રમાણમાં વપરાયેલો હોવાથી પવિત્ર મનાય છે. સંસ્કૃત સાહિત્યમાં તેણે આર્યાનું નામ ધારણ કરેલું છે, જેનો આશય–આર્ય મહર્ષિઓ દ્વારા બોલાતી એક પ્રકારની ગાથા-એમ સમજવો સમુચિત છે. આ છંદનું લક્ષણ મહર્ષિ નંદિતાત્રે ગાહા-લખણ” નામના ગ્રંથમાં નીચે પ્રમાણે દર્શાવ્યું છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org