________________
૩૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અને તે “સદ્ગ-નો-ભાવિગ-પાવર !” દાર્શનિકો શેય પદાર્થોની ગણના ગમે તે રીતે કરતા હોય, પણ હું તો મારા અનુભવથી કહું છું કે તમે એક જ આ વિશ્વમાં “૪' છો, જાણવા યોગ્ય છો. “, તે સબં નાણ' એ આગમ-વચનથી પણ હું કહું છું કે જે તમને એકને બરાબર જાણે છે, તે સમસ્ત વિશ્વને બરાબર જાણે છે; અથવા તો તમને બરાબર જાણ્યા પછી બીજું જાણવાની જરૂર પણ શું છે ? આટલું કહીને મહર્ષિ નંદિષેણ બંને હાથની અંજલિ રચી કપાલે અડાડે છે અને અત્યંત વિનમ્ર સ્વરે કહે છેનંતિ પડ્ડસ મે સર્દિ- “હે શાંતિનાથ ! તમે મને સમાધિ આપો.”
પિંડસ્થ ભાવના કર્યા પછી મહર્ષિ નંદિષેણ ઉભય અરિહંતોની પદસ્થભાવના ભાવે છે અને તેમાં તેમના અલૌકિક રૂપનો ચિતાર ખડો કરે છે.
(ગા. ૧૫-૧૬) ચંદ્ર સૌમ્ય છે, શીતલ છે; પણ શ્રી અજિતનાથની સૌમ્યતા, વિમલતા, શીતલતા આગળ તેની કોઈ ગણના નથી!સૂર્ય ઘણો તેજસ્વી છે, દીપ્તિમાન છે અને પ્રકાશવંત છે, છતાં તેનું એ તેજ, તેની એ દીપ્તિ, તેનો એ પ્રકાશ શ્રીઅજિતનાથનાં તેજ-દીપ્તિ-પ્રકાશ આગળ સંપૂર્ણ પરાભવ પામે છે. ઇંદ્રો અધિક રૂપવંત હોય છે અને દિવ્ય વસ્ત્રાલંકારોથી વિભૂષિત થતાં તેમનું રૂપ આંખોને આંજી નાખે છે, પણ શ્રી અજિતનાથનાં રૂપ આગળ તેમની કોઈ વિસાત નથી.મેરુ પર્વત નિશ્ચલ અને નિષ્કપ જણાય છે, પણ શ્રી અજિતનાથ તેના કરતાં અનેકગણા નિશ્ચલ અને નિષ્કપ છે ! વળી આશ્ચર્યની વાત તો એ છે કે આત્મબળમાં જે અજિત હોય તે શારીરિક બળમાં અજિત હોય તેવો નિયમ નથી અને શારીરિક બળમાં અજિત હોય તે આત્મ-બળમાં અજિત હોય તેવો નિયમ નથી: છતાં શ્રી અજિતનાથ બંને બાબતમાં અજિત છે! વળી તીક્ષ્ણતા અને કોમળતા કદી સાથે વસે ખરી? તે પણ શ્રી અજિતનાથમાં એક સાથે વસેલી છે. તેમનાં તપમાં તીક્ષ્ણતા છે, તેમના સંયમમાં કોમળતા છે! (સંયમ એટલે દયા-કરુણાચતના.) આમ દરેક રીતે શ્રીઅજિતનાથ અલૌકિક હોવાથી મહર્ષિ નંદિષેણ તેમની તીર્થકર તરીકે સ્તુતિ કરી કૃતાર્થતા અનુભવે છે.
(ગા. ૧૭-૧૮) પછી તેઓ શ્રી શાંતિનાથ પ્રભુ પ્રત્યે ભક્તિપૂર્ણ દૃષ્ટિ કરે છે, અને તેમના તીર્થકરત્વને યાદ લાવીને પોતાની કલ્પનાને ઠપકો આપતા હોય તેમ કહેતા જણાય છે કે “અરે કલ્પના! તેં હમણાં રાજ-રાજેશ્વર મહામુનિની ચંદ્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org