Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ૦૩૨૭
UિT વયો-(fજન વવને)-જિન વચનમાં. ગાય-(માર)-આદર. કુદ-(ત)-કરો. (૪૧-૪) સરલ છે.
(૪૧-૫) જો પરમપદને ઇચ્છતા હો અથવા આ જગતમાં અત્યંત વિશાલ કીર્તિ મેળવવા ઇચ્છતા હો તો ત્રણે લોકોનો ઉદ્ધાર કરનારાં જિન વચન પ્રત્યે આદર કરો.
(૬) સૂત્ર-પરિચય બૃહ-કલ્પસૂત્રના લઘુભાષ્યમાં મંત્ર-સંતિ-નિમિત, દગો તો નિત-સંતી –એવા શબ્દો આવે છે અને સ્તવની ચાળીસમી ગાથામાં પણ ગો પઢ નો ન નિકુરૂ, ૩૫ગો ત્નિ પિ નિચે સતિ થએવો ઉલ્લેખ નજરે પડે છે. એટલે આ સૂત્ર કય-સંતિ-થો (ગિત–શાનિત-સ્તવ:) તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે.
સમ્યગ્દર્શનની વિશુદ્ધિ માટે ચોવીસ તીર્થકરોની સામાન્ય તથા વિશેષ સ્તુતિ-સ્તવના કરવામાં આવે છે, પરંતુ તેમાંના કોઈ પણ બે તીર્થકરોની યુગલરૂપે કરાયેલી સ્તુતિ ભાગ્યે જ જોવાય છે. તેથી આ સ્તવની ગણના એક વિરલ કૃતિ તરીકે કરી શકાય, કારણ કે તેમાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ એ બે તીર્થકરોની યુગલરૂપે સ્તુતિ કરવામાં આવી છે. પર્વ તવ-વન-વરત્ન, મU નિય-સંતિ નિH-gયત્ન' એ શબ્દોમાં સ્તવ-કર્તાનો મનોભાવ સ્પષ્ટતયા વ્યક્ત થાય છે. વળી આ સ્તવનું બંધારણ સંવાદી છે, ભાવ-નિરૂપણ અત્યંત ગૂઢ છે અને સમસ્ત દેહ વિવિધ છંદો તથા અલંકારોથી વિભૂષિત છે; તે સાથે તેમાં ચિત્ર-બંધોની ચમત્કૃતિ પણ છે. એટલે આ સ્તવને અહિંદુ-ભક્તિના એક અપૂર્વ કાવ્ય તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી છે. સ્તવની આ વિશિષ્ટતાઓનો પરિચય
* અન્ય દર્શનોમાં પણ યુગલરૂપે સ્તુતિ કરાયેલી નજરે પડે છે. વેદોમાં તથા અન્યત્ર મિત્ર
અને વરુણ, અશ્વિનીકુમારો સૂર્ય અને ચંદ્ર વગેરેની યુગલરૂપે સ્તુતિ કરાયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org