Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
એટલે સરલતા, મૃદુતા, ક્ષમા અને નિર્લોભતા વડે સમાધિના સાગર બનેલા છે; ‘તિર' છે, એટલે સર્વત્ર શાંતિનું વાતાવરણ ફેલાવનારા છે, ‘મુત્તમ’ છે, એટલે ઇંદ્રિયોને દમવામાં ઉત્તમ છે અને ‘તિસ્થય’ છે; એટલે ધર્મરૂપી તીર્થની સ્થાપના કરનારા છે કે જેનો આશ્રય લઈને લાખો-ક્રોડો આત્માઓએ મંગલમય મુક્તિ મેળવી છે. આવા અદ્ભુત ગુણોવાળા શ્રીશાંતિનાથ ભગવાનને મારી એક જ પ્રાર્થના છે કે ‘તેઓ મને ઉત્તમ પ્રકારની શાંતિ અને સમાધિ આપો.'
અહીં એટલું સ્પષ્ટીકરણ કરવું જરૂરી ગણાશે કે અરિહંતો વીતરાગ છે, એટલે અનુગ્રહ અને નિગ્રહ કરવાથી પર છે; પરંતુ એક ભક્તહૃદય પોતાને શું જોઈએ છે, તેની પોતાના ઇષ્ટદેવ આગળ અભિવ્યક્તિ કરે છે અને તેમાં હાથી, ઘોડા, રથ, પાલખી, દ્રવ્ય, દારા, સુત, સમૃદ્ધિ, અધિકાર કે અવનિનું આધિપત્ય ન માંગતાં માત્ર બે જ વસ્તુઓની માગણી કરે છે અને તે શાંતિની તથા સમાધિની અહીં શાંતિથી કષાયનું ઉપશમન અને સમાધિથી ચિત્તની સમાહિત અવસ્થા અભિપ્રેત છે, જે વીતરાગના પવિત્ર આલંબન વડે ભક્તને અવશ્ય પ્રાપ્ત થાય છે,
(ગા. ૯-૧૦) મહર્ષિ નંદિષેણ અહીં ત્રીજો પ્રણિપાત કરતા જણાય છે અને તેમ કરીને ભાવનાના ભવ્ય પ્રદેશમાં દાખલ થતા હોય તેમ જણાય છે. ભાવનાનો આશ્રય લીધા વિના અંતરનાં આસન ઉપર ઇષ્ટદેવની મૂર્તિ યથાર્થપણે વિરાજિત થઈ શકતી નથી, એ એક સર્વાનુભૂત સત્ય છે અને તેથી જ મહર્ષિ નંદિષણ તેને અનુસરે છે. પ્રથમ પિંડસ્થ પછી પદસ્થ અને છેવટે રૂપ-રહિત અવસ્થાની ભાવના કરવાનો સંપ્રદાય અતિ પ્રાચીન છે.* તેથી મહર્ષિ નંદિષણ પ્રથમ પિંડસ્થ ભાવના ભાવતાં ઉભય
‘ભાવિઘ્ન અવસ્થ-તિયં, પિંડસ્થ-પયર્થ-વહિયાં । અસમત્વ વત્તિત્ત, સિદ્ધત્ત, વેવ તમ્મો ।।।।''
-શ્રીચૈત્યવંદનભાષ્ય.
પિંડસ્થ, પદસ્થ અને રૂપ-રહિત એ ત્રણ અવસ્થાની ભાવના કરવી. તેનો પરમાર્થ છદ્મસ્થતા, કેવલજ્ઞાનદશા અને સિદ્ધદશા છે. તાત્પર્ય કે તીર્થંકર ભગવાન કેવળજ્ઞાન પામે તે પહેલાંની તેમની સઘળી અવસ્થાનું ચિંતન તે પિંડસ્થ ભાવના છે, સર્વજ્ઞસર્વદર્શી થયા પછીના સ્વરૂપનું ચિંતન એ પદસ્થ ભાવના છે અને સકલ કર્મ-રહિત થઈને સિદ્ધ-બુદ્ધ થયા, તેનું ચિંતન એ રૂપ-રહિત ભાવના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org