________________
૩૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વ્યાધિ અને ઉપાધિઓનું આક્રમણ ચાલુ જ હોય છે. તમે એક સાંધો છો ત્યાં તેર તૂટે છે. આ સ્થિતિમાં તમે તમારી ચાલુ પ્રવૃત્તિઓથી દુઃખનું વારણ કરી શકો એ સર્વથા અશક્ય છે. વળી તમે એમ માનો છો કે સારાં ખાનપાનથી, સુંદર વસ્ત્રાલંકારો વાપરવાથી, વિશાળ ઘરમાં રહેવાથી કે ઉત્તમ રાચરચીલું વાપરવાથી સુખ મળશે, પણ એ માન્યતા કેટલી ભ્રામક છે ? એ રીતે મળતું સુખ કેટલો વખત રહે છે ? અને માન-પાન તથા અધિકારનું સુખ પણ એવું જ પોકળ છે. એ માનેલાં માન-પાનમાં ક્યારે-ક્યાંથી ગાબડું પડશે ? અને અધિકાર ક્યારે ચાલ્યો જશે? તે જાણી શકાતું નથી. માટે દુઃખ નિવારવાના અને સુખ શોધવાના આવા પ્રકારના પ્રયાસો છોડીને ‘સમય’ –અભય આપનારા એવા “નયે સતિ સર’ – શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથનું શરણ “માવો પવન્ના'- ભાવથી અંગીકાર કરો, કારણ કે તેમનું શરણ સર્વ દુઃખોનો નાશ કરી અક્ષય, અવ્યાબાધ, અનંત સુખને આપનારું છે. શું તમે એ નથી સાંભળ્યું કે મહાનિર્ચથો પણ સંસાર-સાગરનો પાર પામવા માટે "जावज्जीवं मे भगवंतो, परमतिलोगनाहा, अणुत्तर-पुन्न-संभारा खीण-राग-दोसમોદી, અશ્વિત fધતામણી, મવ-ગ7-પોગ, viત-સરળ અરહંતા સરળ'- (પ. ૨૨.) “પરમ ત્રિલોકીનાથ, શ્રેષ્ઠ પુણ્યના ભંડાર, રાગ, દ્વેષ અને મોહથી સર્વથા રહિત, અચિંત્ય ચિંતામણિરૂપ, ભવસાગરમાં પોત(વહાણ)-સમાન અને એકાંત શરણ કરવા યોગ્ય એવા અરહંત ભગવંતોનું મને જીવનપર્યન્ત શરણ હો !' એવી ભાવના-પૂર્વક અરહંતોને શરણે જતા અને દુઃખથી ભરેલા આ સંસારનો પાર પામી જતા.”
શરણ-ગમન પરમશ્રદ્ધા વિના થતું નથી, માટે તમે તમારા હૃદયમાં એવી દઢ શ્રદ્ધા રાખો કે દુઃખના દાવાનળ સમા આ સંસારમાં જો કોઈ પણ સાચું શરણ આપી શકે તેમ હોય, સર્વ ભયોથી રક્ષણ કરી શકે તેવા હોય તો તે તીર્થકરો છે, અહંતો છે. જગવત્સલ જિનેશ્વરો છે. એ કોઈ પણ વાર આપણને તરછોડે તેમ નથી, આપણો તિરસ્કાર કરે તેમ નથી. આપણાં હિતની વિરુદ્ધ વર્તે તેમ નથી. નિતાંત કરુણાવંત છે, દયાળુ છે, હિતસ્વી ને હિતકારક છે; માટે નિર્ભયપણે નિઃસંકોચપણે તેમનું શરણ સ્વીકારો અને સર્વ દુઃખોથી મુક્ત થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org