________________
૩૩૯૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ છે. પ્રાચીન કાળમાં નિગ્રંથ ગુરુઓ મુમુક્ષુઓને જે મંત્રો આપતા હતા, તે આવાજ પ્રકારના આપતા હતા અને તેનો જપ કરતાં મુમુક્ષુઓને સત્વર સિદ્ધિ પ્રાપ્ત થતી હતી. ગુરુએ આપેલા સાદા શબ્દ-સંયોજનવાળા મંત્રથી પણ કાર્યસિદ્ધિ થાય છે, એ વાત મંત્રવિદોમાં એટલી બધી જાણીતી છે કે તે વિશે કંઈ પણ વધારે કહેવું અનાવશ્યક છે.
(ગા. ૪) પંચાંગ-પ્રણિપાત, સ્તુતિ અને મંત્ર-જપનો મહિમા ગાયા પછી મહર્ષિ નંદિષેણ ભગવાનનું નામસ્મરણ કેવું કલ્યાણકારી છે, તેનો વિચાર કરે છે અને ફળસ્વરૂપે નીચેનાં શબ્દ-ફૂલો ઝરી પડે છે. પરિણુત્તમ ! નિયન !'-હે પુરુષોત્તમ ! અજિતનાથ ! “તવ નામ-ત્તિ સુદપવિત્ત –તમારું નામ કીર્તન શુભને પ્રવર્તાવનારું છે. તાત્પર્ય કે તમારા નામમાત્રનું સ્મરણ કરતાં સઘળાં દુઃખો દૂર થાય છે અને સુખનાં સાધનો આપોઆપ મળી આવે છે. વળી તે ‘fધ-મ-પર્વ –વૃતિ અને મતિને કે ધૃતિયુક્ત મતિને પ્રવર્તાવનારું પણ છે. એટલે કોઈ આફત આવી પડી હોય, મૂંઝવણ ઊભી થઈ હોય કે વિડંબણાએ પીછો પકડ્યો હોય અને તેથી મન અત્યંત અસ્વસ્થતા અનુભવતું હોય ત્યારે તમારા નામનું સ્મરણ કર્યું હોય તો એ અસ્વસ્થતા દૂર થાય છે અને પ્રજ્ઞાનો પ્રકાશ સાંપડે છે, નપુત્તમ સંતિ !હે જિનોત્તમ ! શાંતિનાથ ભગવન્! “તવ ય વિત’ –તમારું સ્મરણ પણ આવું જ કલ્યાણકારી છે. સર્વ તીર્થકરોનાં નામમાં આ ગુણ રહેલા છે, તેથી જ નામ-સ્મરણને ભક્તિનું એક પ્રધાન અંગ ગણેલું છે.
(ગા.૫) પંચાંગ-પ્રણિપાતથી કાયાની શુદ્ધિ કરી હોય, સ્તુતિ સ્તવનથી વાણીની શુદ્ધિ કરી હોય, મંત્ર-જપથી મનની શુદ્ધિ કરી હોય અને નામના અખંડ સ્મરણથી અંતરના તારને ભગવાનના ભવ્ય સ્વરૂપ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો હોય પણ તેમના પ્રત્યે નમસ્યા એટલે અત્યંત પૂજ્યભાવ પ્રકટ્યો ન હોય તો વિશેષ પ્રગતિ થતી નથી. તેથી જ જાણે મહર્ષિ નંદિષેણ ઉભય અહંતોનાં નમસ્યકને યાદ કરે છે અને તેનું માહાભ્ય ચિતવતા જણાવે છે કે “ અનિયર્સ ય સંતિમ મુળિો વિ ય નમસમય' શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ મહામુનિનું નમસ્યનક એટલે કે તેમનું કરવામાં આવેલું અર્ચન, બહુમાન કે પૂજન “વિશ્વરિયા-વિદિસંવિય-મ્ય છિન્નેસ-વિમુવમgયર’–સંસારની વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org