________________
અજિત-શાંતિ-સ્તવ૦૩૩૫ (વીતરાગતા) તથા અનંત વીર્યને પ્રાપ્ત થયેલ છે, તે પણ તેમની સ્તુતિ કરવાનું એક કારણ છે. અનંત જ્ઞાનીની સ્તુતિ કરતાં અનંત જ્ઞાન પ્રકટે છે, અનંત ચારિત્રની અથવા વીતરાગતાની સ્તુતિ કરતાં વીતરાગતા પ્રકટે છે, અને અનંત વિર્યશાલીની સ્તુતિ કરતાં અનંત વીર્ય પ્રકટે છે. વળી ઉભય તીર્થકરો “નિવમ મદMમાવે'-ચોત્રીસ અતિશયરૂપી અપૂર્વ માહાત્મવાળા છે-અપૂર્વ પ્રભાવવાળા છે તે પણ તેમની સ્તુતિ કરવાનું એક કારણ છે. અને “મુવિ સમાવે'-તેઓ સનું-તત્ત્વનું સ્વરૂપ સમ્યફ પ્રકારે જાણનારા છે, એ વાત સહુથી અધિક છે. જે તત્ત્વનું-સ્વરૂપ સમ્યફ પ્રકારે જાણતા નથી, તે વિશ્વ-વ્યવસ્થા કે તેની ઘટમાળનું સ્વરૂપ યથાર્થપણે પ્રકાશી શકતા નથી. એટલે સ્તુતિ તો એવાની જ કરવા યોગ્ય છે કે જે મોહ-જન્ય ભાવો દૂર થવાથી વીતરાગ થયેલા હોય, કર્મરૂપી મલ ટળવાથી પૂર્ણ પવિત્ર બનેલા હોય અને અપૂર્વ માહાભ્યની સાથે સર્વજ્ઞ તથા સર્વદર્શી પણ હોય.
શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ આવા વીતરાગ, પૂર્ણ પવિત્ર, અપૂર્વ માહાસ્યવાળા અને સર્વજ્ઞ તથા સર્વદર્શી હોવાથી હું તેમની સ્તુતિ કરું છું.
સ્તુતિ, સ્તવન કે ગુણાનુવાદ એ ભક્તિનું એક પરમ આવશ્યક અંગ છે. તેનો આશ્રય લેવાથી ઈષ્ટ દેવના ગુણો આપણામાં આવે છે અને એક કાળે આપણે પણ તેમના જેવા થઈ શકીએ છીએ.
[ગા. ૩] પંચાંગ-પ્રણિપાત અને સ્તુતિ કર્યા પછી મહર્ષિ નંદિષેણના મુખમાંથી “સબૂકુઉ-પ્રસંતીvi, સવ્વપાવપૂસંતi | સયા નિય-સંતી, નમો નિય-સંતી' આદિ વાક્યો પ્રકટે છે, જે મંત્ર સ્વરૂપ છે અને યોગ્ય રીતે જપાય તો સર્વ દુઃખ, સર્વ પાપ અને સર્વ પ્રકારની અશાંતિ કે સર્વ પ્રકારના અંતરાયોને દૂર કરનારા છે. આ શબ્દોમાં ત્રણ ષોડશાક્ષરમંત્રો કેવી રીતે વ્યવસ્થિત થયેલા છે, તે આ ગાથાને અર્થ-નિર્ણય પ્રસંગે જણાવેલું છે.
આમ તો કોઈ અક્ષર એવો નથી કે જે મંત્ર-સ્વરૂપ ન હોય, પણ મહર્ષિઓના મુખમાંથી જે વચનો પ્રકટે છે તે રહસ્યમય અને ચમત્કારિક હોય છે તથા તે ગમે તેવાં સાદાં કે સરલ દેખાતાં હોય, છતાં અપૂર્વ ફલને આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org