Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ ૦ ૩૩૭
પ્રવૃત્તિઓ કરવાથી કર્મનો જે સંચય થયો હોય તેમાંથી મુક્ત કરનારું છે. એક ભક્ત હૃદયને આથી વધારે આશ્વાસન શું જોઈએ ? જ્યાં સાંસારિક કે સાંપાયિક ક્રિયાઓ છે, ત્યાં કોઈ ને કોઈ રીતે બંધન તો થવાનું જ, પરંતુ તેમાંથી બચવાનો માર્ગ વિદ્યમાન છે અને તે અર્હતોનું નમસ્યન-અર્ચનબહુમાન-પૂજન છે. આ પ્રકારનાં નમસ્યન-અર્ચન-બહુમાન-પૂજનથી અધ્યવસાયોની અત્યંત વિશુદ્ધિ થાય છે. અને કર્મબંધનો ઝડપથી કપાઈ જાય છે તથા મુક્તિનાં નગારાં વાગવા લાગે છે. વળી રાજા, અધિકારીઓ કે શ્રીમંત વગેરેને કરવામાં આવેલું નમસ્યન ઘણી વાર નિષ્ફળ જાય છે, પરંતુ આ નમસ્યન કદી પણ નિષ્ફળ જવાનો સંભવ નથી અને આ નમસ્યન ‘મુનેહિં નિશ્વિયં’-ગુણોથી ભરેલું છે, એટલે તે આવ્યું કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર આદિ ગુણો આપોઆપ આવે છે. વળી મહર્ષિઓની સિદ્ધિ પણ આ જ નમસ્યન વડે પ્રાપ્ત થાય છે. આમ આ નમસ્યન સઘળી ઇચ્છાઓને પૂરી કરનારું છે, પણ મારા મનમાં તો નિવૃતિ-મોક્ષ સિવાય બીજી કોઈ ઇચ્છા નથી, તેથી એટલું જ માગું છું કે શ્રીઅજિતનાથ અને શ્રીશાંતિનાથને કરેલું આ નમસ્યન મને ‘સયં નિવ્વુફારળય'-સદા નિવૃતિ-મોક્ષનું કારણ થાઓ.
આ શબ્દો બોલતી વખતે મહર્ષિ નંદિષેણ પુનઃ પંચાંગ-પ્રણિપાત કરતા જણાય છે અને પોતાનું મસ્તક કેટલાક વખત સુધી ભૂમિ સાથે અડાડી રાખતા જણાય છે. આમ કરવામાં તેમનો હેતુ ઉભય તીર્થંકરોને સદ્વિચારોરૂપી, માનસ-પુષ્પો ચડાવવાનો હશે, એમ કલ્પવું અનુચિત નથી, કારણ કે નમસ્યન કે નમસ્યાનો એ પ્રધાન હેતુ છે.
(ગા. ૬) મહાત્મા નંદિષણનું હૃદય ભક્તિથી ભરપૂર છે. તેમ છતાં એ ભક્તિનો પ્રવાહ આગળ વધે છે અને શરણાગતિ કે શરણ-સ્વીકા૨ સુધી પહોંચે છે. તેનું મહત્ત્વ પ્રકાશતાં તેઓ જણાવે છે કે ‘ પુરિક્ષા !’-હે પુરુષો ! હે જગતના લોકો ! તમારી સર્વ પ્રવૃત્તિમાં બે જ હેતુઓ મુખ્ય હોય છે : (૧) દુઃખનું વારણ કેમ કરવું ? (૨) અને સુખનાં સાધનોની પ્રાપ્તિ કેમ કરવી ?
આ હેતુઓની પૂર્તિ માટે તમે માર્યા માર્યા ફરો છો અને ન કરવાનાં કાર્યો પણ કરો છો, તેમ છતાં તમારા એ હેતુઓ પાર પડે છે ખરા ? જન્મ તમને સતાવે છે, જરા તમને પીડે છે, મરણ કેડો મૂકતું નથી; વળી અનેક પ્રકારની આધિ,
પ્ર.-૩-૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org