Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ ૦ ૩૩૯
(ગા. ૭) આ રીતે અભયકર અર્હતોનું શરણ સ્વીકાર્યા પછી તેમને ઉપનમન કરવું એટલે કે તેમનાં ચરણોની સતત સેવા કરવી-ઉપાસના કરવી, એ અર્હદ્ભક્તનું એક આવશ્યક કર્તવ્ય છે. તેથી જ મહર્ષિ નંદિષણ એ શબ્દો ઉચ્ચારતા જણાય છે કે ‘હે લોકો ! ‘અમવિ’-હું પણ ‘અનિયં સરળ વરિય સયં ૩વળમે’–શ્રીઅજિતનાથ ભગવાનનું શરણ સ્વીકારીને તેમની સતત ઉપાસના કરું છું.' તમે પૂછશો કે શ્રીઅજિતનાથ ભગવાનનું શરણ શા માટે સ્વીકારો છો ? અને તેમની સતત ઉપાસના શા માટે કરો છો ? તો હું જણાવું છું કે ‘તેઓનું શરણ સ્વીકારવા યોગ્ય છે અને તેમની ઉપાસના સતત કરવા જેવી છે, કારણ કે તેઓ ‘બરફ-રફ તિમિરવિરહિય'-એટલે વિષાદ અને હર્ષરૂપી અજ્ઞાન-ચેષ્ટાથી સર્વથા રહિત છે, અને ડવચ-નર-મરાં ‘ એટલે જરા અને મરણથી વિરામ પામેલા છે. બીજા શબ્દોમાં કહું તો તેઓ પરમ વીતરાગ અને અજરામર છે. વળી તેઓ દેવના પણ દેવ એટલે દેવાધિદેવ છે, કારણ કે ‘સુર-અસુર-TMારુલ–મુયન' વગેરેના પતિઓ પણ તેમને અત્યંત ભાવથી પ્રણામ કરે છે. વળી તેઓ સુનય કે અનેકાંતનું પ્રતિપાદન કરવામાં અત્યંત નિપુણ છે, એટલે સન્નીતિના સ્રષ્ટા છે; અને અભય આપનારા હોવાથી અભયકર પણ છે. તે ઉપરાંત ‘મુિિવિજ્ઞમદિય' એટલે મનુષ્યો દેવો વડે પૂજાયેલા હોવાથી પરમપૂજ્ય, પરમારાધ્ય તથા પરમ ઉપાસ્ય પણ છે. તેથી શ્રીઅજિતનાથ પ્રભુનું શરણ સ્વીકારવું અને તેમની સતત ઉપાસના કરવી એ સંસાર-સાગરને તરી જવાનો ઉત્તમ ઉપાય છે. ઉપનમન-સતત ઉપાસના એ ભક્તિનું એક પરમ અંગ છે.
(ગા. ૮) મહર્ષિ નંદિષણનું હૃદય ભક્તિથી ભરપૂર બન્યું છે અને તેનો પુનિત પ્રભાવ વાણીમાં અનેરો વેગ આણી રહ્યો છે, તેથી જ તેઓ ‘ળિવયામિ’ પદ વડે સ્તુતિ સત્કાર કરીને, ‘નમો’-પદ વડે મંત્રોચ્ચાર કરીને, ‘નામ-ત્તિળ' પદ વડે નામ-સ્મરણનો મહિમા ગાઈને, ‘નમંસયં' પદ વડે નમસ્યાનું ગૌરવ ઉચ્ચારીને, ‘સરળ વરિય' પદો વડે શરણનો સ્વીકાર કરીને ‘સયં વમે' પદો વડે સતત સાન્નિધ્યની ભાવના પ્રકટ કરીને પ્રણામ અને પ્રાર્થના કરતાં જણાવે છે કે ‘તે જિનોત્તમ શાંતિનાથને હું પ્રણામ કરું છું કે જે ‘ઉત્તમ-નિત્તમ-સત્ત-ઘર' છે, એટલે કે ઉત્તમ કોટિનું પવિત્ર પરાક્રમ કરનારા છે; વળી ‘અન્નવ-મદ્દવ-હૂંતિવિમુત્તિ-સમાદિ-નિર્દિ' છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org