________________
૩૩૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથનું પૃથક્ પૃથફ સ્મરણ કર્યા પછી મહર્ષિ નંદિષેણ પંચાંગ-પ્રણિપાત કરતાં જણાવે છે કે “ગય- સંતિ ગુણકારે તો વિ નિખરે પળવયમ'-જગતને તત્ત્વનો ઉપદેશ આપીને અજ્ઞાનનો નાશ કરનારા અને વિશિષ્ટ અતિશયો વડે વિપ્નોનું ઉપશમન કરનારા એવા બંને જિનવરોને હું પ્રણિપાત કરું છું.
કહેવાનું તાત્પર્ય એ છે કે જેણે પોતાના સર્વભયોને ન જીત્યા હોય તે આપણા ભયોને કેવી રીતે દૂર કરે ? પોતે જ વિવિધ રોગોના ભોગ બનતા હોય, તે આપણને આરોગ્યનો લાભ કેવી રીતે આપે ? જે પોતે પાપ-પંકથી ખરડાયેલા હોય તે આપણને પાવન કેમ કરે ? અથવા બીજી રીતે વિચારીએ તો અહિંસાની આરાધના વડે અભય મેળવી શકાય છે, વિવિધ તપનાં અનુષ્ઠાન વડે નીરોગી પણ થઈ શકાય છે અને સંયમની સાધના વડે પાપને પ્રશાંત પણ કરી શકાય છે, પરંતુ જગતના તમામ જીવોનું હિત ઇચ્છી તેમને આત્મકલ્યાણનો સાચો રસ્તો બતાવવો અને વિશિષ્ટ અતિશયો વડે શાંતિનો ઉત્કર્ષ કરી વાતાવરણને ઉપદ્રવ-રહિત બનાવવું, એ કામ તો કોઈક વિરલ વિભૂતિઓ વડે જ-જગદ્ગુરુઓ વડે જ કરી શકાય છે; અને તેવા જગગુરુઓ તે અરિહંત પરમાત્માઓ છે-ચોવીસ તીર્થકરો છે-શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાન છે, તેમને હું પંચાંગ પ્રણિપાત કરું છું.
નિગ્રંથ-પ્રવચનમાં મુક્તિ-સાધક યોગો અનેક પ્રકારના વર્ણવેલા છે, તેમાંનો એક પ્રકાર તે ભક્તિ છે. “મરી-નિપાવર વિનંતિ પુત્ર-સંવિમા
પ્પા'- જિનેશ્વરની ભક્તિ પૂર્વ-સંચિત કર્મોને ખપાવે છે' ઇત્યાદિ વચનો તેનું પ્રતિપાદન કરનારાં છે.
(ગા. ૨) પંચાંગ-પ્રણિપાત કર્યા પછી મહર્ષિ નંદિષેણ ઉભય અહિતોની સ્તુતિ કરવાને તત્પર થાય છે. તેમાં જિનેશ્વરનું સ્વરૂપ યાદ કરતાં પહેલી વાત એ છે કે- વવય-મંગુત્તમ વે'-આ ઉભય તીર્થકરો “મંગુત્તમવિ'થી એટલે મોહજન્ય ભાવોથી સદંતર રહિત છે, માટે હું તેમની સ્તુતિ કરું છું. વાત સાચી છે, જે દેવોએ મોહરાજ સાથેના મહાયુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હોય તેઓ જ ખરેખર સ્તુતિને પાત્ર છે. વળી ઉભય તીર્થકરો “વિકતંતવ-નિમ્પત્ત-સદાવે'-વિપુલ તપ કરીને પોતાના નિર્મળ સ્વભાવને એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org