Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૩૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આ સ્તવ પર કરેલા બીજા એક વાર્તિકમાં અથ ક્ષેપ'Tથા એવું જણાવીને “વિશ્વઝ-વીરમાસિગ' વગેરે ગાથાઓ આપી છે.*
અજિત-શાંતિ-સ્તવની ગાથાઓ અને અક્ષરોનું પ્રમાણ દર્શાવતી ગાથાઓ કેટલીક પ્રતિઓમાં જોવામાં આવે છે, તેમાં પણ છેલ્લી ત્રણ ગાથાઓ અન્યકર્તૃક જણાવેલી છે.
કેટલીક પ્રતિઓમાં ૪૨, ૪૪, ૪૫, ૪૬ કે ૪૮ ગાથાઓ પણ નજરે પડે છે, પણ અત્યારે તે પ્રચલિત નથી.
(૨) ભાવ-નિરૂપણ સ્વ-સમય અને પર-સમયના જાણકાર, મંત્ર અને વિદ્યાનું પૂરેપૂરું રહસ્ય પિછાણનાર, અધ્યાત્મ-રસનું ઉત્કૃષ્ટ પાન કરનાર અને કાવ્ય-કલામાં અત્યંત કુશલ એવા ત્યાગી-વિરાગી-મહર્ષિ નંદિષેણ એક વાર ગરવા ગિરિરાજ શ્રી શત્રુંજયની યાત્રાએ પધારે છે અને ત્યાં ગગનચુંબી ભવ્ય જિન- પ્રાસાદોમાં રહેલી જિન-પ્રતિમાઓનાં દર્શન કરીને કૃતકૃત્યતા અનુભવતા એક રમણીય સ્થાનમાં આવે છે કે જ્યાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથનાં મનોહર ચૈત્યો આવેલાં છે. અહીં તેમને આ બંને તીર્થકરોની સાથે સ્તવના કરવાનો અભિલાષ જાગે છે અને તેમનું હૃદય ભક્તિનાં પ્રબળ સંવેદનો અનુભવવા લાગે છે, પરિણામે મુખમાંથી આ કાવ્યની પંક્તિઓ સરી પડે છે :
તેમના મુખમાંથી નીકળેલો પહેલો શબ્દ નિર્યા છે, જે તીર્થંકરદેવનું વિશેષનામ હોઈ પરમ પવિત્ર છે અને મંગલતાનો પણ સૂચક છે. શ્રીઅજિતનાથમાં નામ તેવા જ ગુણ છે, એટલે કે તે કોઈથી જિતાતા નથી. પરંતુ અહીં એવો પ્રશ્ન ઊઠવાનો સંભવ છે કે “તેઓ કોઈથી જિતાતા નથી, એ વાત તો ઠીક, પણ તેઓ કોઈને જીતીને પોતાના પરાક્રમનો પરિચય આપે છે ખરા ?' એટલે તેના સમાધાનરૂપે તેમણે ‘fષય-સવ-મય' એ વિશેષણ મૂકીને તેમના પરાક્રમનો પરિચય આપ્યો છે. શાસ્ત્રકારોએ ઈહલોક-ભય, પરલોક-ભય, આદાન-ભય, અકસ્માત–ભય, વેદના-ભય, મરણ-ભય અને
+ ડે. ભં, ડા. ૪૧, પ્રતિ ૧૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org