Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ૦૩૨૯ અને પછી શ્રીશાન્તિનાથની સ્તુતિ એ ક્રમને બરાબર જાળવ્યો છે. આમ સ્તુતિના ક્રમને વ્યવસ્થિત અનુસરનાર સ્તવ-કર્તા ગાથાઓના સંબંધમાં પણ તે જ રીતે વર્યા હોય, એ સ્વાભાવિક છે; એટલે મુક્તકની પછી મુક્તક,* સંદાનિતકની પછી સંદાનિતક, વિશેષકની પછી વિશેષક અને કલાપકની પછી કલાપક આવવું ઘટે. આવો ક્રમ દસમા ખંડ સુધી બરાબર જળવાયેલો જણાય છે, પણ અગિયારમા ખંડમાં વિશેષક પછી બારમા ખંડમાં વિશેષક આવવાને બદલે કલાપક આવેલું જણાય છે અને તેરમા ખંડમાં કલાપક આવ્યા પછી ચૌદમા ખંડમાં કલાપક આવવાને બદલે અંદાનિતક આવેલું જણાય છે. અહીં એ પ્રશ્ન થવા સંભવ છે કે દસ ખંડો સુધી સંવાદ જળવાયા પછી અગિયાર-બારમાં અને તેરમા-ચૌદમા ખંડોમાં સંવાદ કેમ જળવાયો નહિ હોય? એનો ઉત્તર એ ભાસે છે કે સ્તવના પ્રારંભથી અંત સુધી બરાબર સંવાદ જળવાયેલો હોવો જોઈએ, પણ કાલ-દોષને લઈને ગાથાના ક્રમાંકમાં ભૂલ થતાં આમ બનવા પામ્યું હોય. તાત્પર્ય કે બારમા ખંડમાં ચાર ગાથાઓ જણાય છે, ત્યાં ત્રણ ગાથાઓ જોઈએ અને ચૌદમા ખંડમાં બે ગાથાઓ છે, ત્યાં ચાર ગાથાઓ જોઈએ. છંદનું બંધારણ અને પ્રાચીન પ્રતિઓ આપણને આ પ્રશ્નનો ઉકેલ કરવામાં મદદ કરે છે. તે આ રીતે : ચાલુ ક્રમમાં જેને ચોવીસમી અને પચીસમી ગાથા માનવામાં આવે છે તે વાસ્તવિક ચોવીસમી ગાથા સંભવે છે, અને તેનો છંદ ખિત્તયં છે. જેમ ત્રેવીસમી ગાથાને રયણમાલા નામની એક ગાથા માનવામાં આવી છે, તેમ આ ગાથાને ખિત્તયે નામની એક ગાથા માનવામાં કશી જ હરકત નથી. ચૌદમા ખંડમાં આવેલી ત્રીસમી અને એકત્રીસમી ગાથા તો સ્પષ્ટરૂપે બે ગાથાઓનું મિશ્રણ છે, જે આ વિભાગમાં કરેલી છંદોની ચર્ચા પરથી સ્પષ્ટતયા સમજી શકાશે.*
આ પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે મૂળ સ્તવ સોળ ખંડોમાં વહેંચાયેલ છે. તેમાં આડત્રીસ ગાથાઓ આવેલી છે, જેમાં ચાર મુક્તકો છે,
* શ્રી હેમચંદ્રાચાર્ય કાવ્યાનુશાસનના આઠમા અધ્યાયના અગિયારમાં સૂત્રમાં જણાવ્યું
છે કે--દિ-ત્રિ-વતુરઇન્ફોકસાનિત-વિશેષ-નાપન ' એક છંદ(ગાથા)થી મુકતક, બે છંદોથી સદાનિતક, ત્રણ છંદોથી વિશેષક અને ચાર છંદોથી
કલાપક બને છે. + આ સંબંધમાં પ્રાચીન પ્રતિઓનું પ્રમાણ ઉપલબ્ધ થાય છે. તે બાજુના પૃષ્ઠ પ્રમાણે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org