________________
૩૧ ૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
તેમાં અંગ, પ્રત્યંગ અને ઉપાંગોની ગણના નીચે મુજબ થાય છે ઃ
સાત અંગો-(૧) શિર, (૨) હસ્ત, (૩) વક્ષ (છાતી), (૪) પાર્શ્વ (પડખું), (૫) કમિટ (કેડ), (૬) ચરણ અને (૭) સ્કન્ધ (ખભા).
આઠ પ્રત્યંગો : (૧) ગ્રીવા (ડોક), (૨) બાહુ, (૩) પૃષ્ઠ (વાંસો), (૪) ઉદ૨, (૫) ઉરુ, (૬) જંઘા, (૭) મણિબંધ અને (૮) જાનુ.
બાર ઉપાંગો : (૧) દૃષ્ટિ, (૨) ભ્રૂ (ભમર), (૩) પુર (પાંપણ), (૪) તારા (આંખની કીકી), (૫) કપોલ, (૬) નાસિકા (૭) અનિલ (આંખની નીચેનો ભાગ), (૮) અધર, (૯) દંત, (૧૦) જિલ્લા, (૧૧) ચિબુક અને (૧૨) વદન.
અભિનય વિના કેવળ શારીરિક અવયવોથી અંગવિક્ષેપ કરવો તેને નૃત્ત કહેવાય છે. આ નૃત્ય અને નૃત્ત મધુર અને ઉદ્ધતના ભેદથી બે પ્રકારનાં છે અને તાંડવ તથા લાસ્યરૂપે નાટકમાં ઉપકારક બને છે.
જે નૃત્ય ભવ્ય, કઠોર કે ઉદ્ધત ભાવોને દર્શાવનારું હોય અને તેથી પુરુષ-શ૨ી૨ને વધારે યોગ્ય હોય તે તાંડવ કહેવાય છે અને કરુણ, મૃદુ, લલિત કે મોહક ભાવોને દર્શાવનારું હોય અને તેથી સ્ત્રી-શરીરને વધારે યોગ્ય હોય તે લાસ્ય કહેવાય છે.*
* સરસ્વતીકંઠાભરણમાં નર્તનના છ ભેદો નીચે પ્રમાણે બતાવેલા છે :
“यदाङ्गिकैकनिर्वर्त्यमुज्झितं वाचिकादिभिः । नर्तकैरभिधीयेत, प्रेक्ष्यमाक्ष्वेडिकादि तत् ॥
तल्लास्यं ताण्डवं चैव, छलिकं सम्पया सह । હીત ૪ રાસં ૨, ષટ્-પ્રારં પ્રષક્ષતે ।।''
આંગિક અભિનયથી યુક્ત અને વાચિકાદિ અભિનયથી વર્જિત જે આશ્વેડિક આદિ નર્તન તે નર્તકો વડે પ્રેક્ષ્ય (દૃશ્ય) કહેવાય છે. તેના (૧) લાસ્ય, (૨) તાંડવ, (૩) છલિક, (૪) સમ્પા, (૫) હલ્લીસક અને (૬) રાસ એવા છ ભેદ છે.
અહીં શૃંગા૨૨સ-પ્રધાન નર્તનને ‘લાસ્ય' કહ્યું છે; વી૨૨સપ્રધાન નર્તનને ‘તાંડવ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org