Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ
द्वीप ने समुद्र जने मन्दर भने दिग्गज वडे शोभितद्वीप - समुद्रમ વિજ્ઞ-શોભિત. મંવર-પર્વત-વિશેષ. વિઘ્ન-ઐરાવતાદિ હાથી. વિષ્ણુ સ્થિતા નના: વિશના:-દિશામાં રહેલા હાથી તે દિગ્ગજ. તેના પ્રકારો વિશે અભિધાન ચિન્તામણિના બીજા કાંડમાં કહ્યું છે કે
૩૧૭
‘પેરાવત: પુત્તુરીજો, વામન, મુદ્દોલન: । પુષ્પત્ત: સાર્વભૌમ:, સુપ્રતીશ્ચે વિાના ||૪||''
ઐરાવત, પુંડરીક વામન, કુમુદ અંજન, પુષ્પદન્ત સાર્વભૌમ અને સુપ્રતીક એ દિગ્ગજો છે. શોભિત-શોભતા.
સથિંગ વસહ-સી-ર૬-પદ્મવયિા-[સ્વસ્તિ-વૃષમ-સિંહ-રથરવાાિ:]-સ્વસ્તિક, બળદ, સિંહ, રથ અને શ્રેષ્ઠ ચક્રના ચિહ્નવાળા,
સ્વસ્તિ અને વૃષમ અને સિંહ અને રથ અને નવરથી અગ્નિત તે સ્વસ્તિજ-વૃષમ-સિંહ-રથ-ચવાકૃિત સ્વસ્તિન-સાથીઓ. વૃષમ-બળદ. સિંદ્દ-પ્રાણિવિશેષ. રથ-રથ. વજ્રવર-શ્રેષ્ઠ ચક્ર. અદ્ભુત-ચિહ્નવાળા.
અષ્ટ મહાનિમિત્તોમાં લક્ષણની ગણના થાય છે. જેમ કે ‘અદૃવિષે महनिमित्ते पण्णत्ते, तं जहा - भोमे उप्पाते सुविगे अंत- लिक्खे अंगे सरे लक्खणे બંનળે' (સ્થા સૂ. સ્થા. ૮, ઉ. ૩). મહાનિમિત્તો આઠ પ્રકારનાં કહેલાં છે. તે આ પ્રમાણે-‘ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, અંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન.’ તેમાં ભૂકંપાદિ ભૂમિ-વિકારનાં ફળો બતાવનારું શાસ્ત્ર ભૌમાનિમિત્ત કહેવાય છે. સહજ રુધિરની વૃષ્ટિ વગેરેનાં ફળ બતાવનારું શાસ્ત્ર ઉત્પાત-નિમિત્ત કહેવાય છે. સ્વપ્રોનાં સારાં-માઠાં ફળોનું વર્ણન કરનારું શાસ્ત્ર સ્વપ્નનિમિત્ત કહેવાય છે. આકાશમાં થતાં ગાન્ધર્વનગર વગેરેનાં ફળોનું વર્ણન કરનારું શાસ્ત્ર અંતરિક્ષ-નિમિત્ત કહેવાય છે, શરીરનાં અંગસ્ફુરણ વગેરેનું ફળ બતાવનારું શાસ્ત્ર અંગનિમિત્ત કહેવાય છે. સ્વરોદયનું જ્ઞાન સૂચવનારું શાસ્ત્ર સ્વરનિમિત્ત કહેવાય છે. સ્ત્રી-પુરુષનાં લક્ષણોનું ફળ બતાવનારું શાસ્ત્ર લક્ષણ-નિમિત્ત કહેવાય છે અને વ્યંજન એટલે શરીર પર થતા મસા તલ વગેરેનાં ફળને બતાવનારું શાસ્ત્ર વ્યંજન-નિમિત્ત કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org