________________
૨૨ ૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ કે અહિતોનું શરણ સ્વીકારનારમાં મોક્ષની ઇચ્છા જ પ્રકટે છે અને તેમના પ્રભાવે તે પરિપૂર્ણ થાય છે. તેને પૂર્ણ કરવા માટે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધર્મ સાધન તરીકે રજૂ કરવામાં આવે છે.
અઢારમા શ્લોકમાં શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ દ્વારા અહંતોની વાણીને સુધા-સમાન મધુર, દરેક દિશાને ઉજ્જવલ કરનારી એટલે ત્રિભુવનને ઉપકારી અને હૃદય-પટમાં રહેલા અંધકારનો ધ્વંસ કરનારી જણાવી છે.
ઓગણીસમા શ્લોકમાં શ્રી કુંથુનાથ ભગવાનની સ્તુતિ-દ્વારા અહંતોની અતિશય-લક્ષ્મીનો નિર્દેશ કર્યો છે અને સુરો, અસુરો તથા મનુષ્યોના જો કોઈ સાચા નાથ હોય તો તેઓ જ છે-એમ સ્પષ્ટતા જણાવ્યું છે.
વીસમા શ્લોકમાં શ્રીઅરનાથ ભગવાનની સ્તુતિ-નિમિત્ત ચોથા આરાનો નિર્દેશ કરીને છ આરા, ઉત્સર્પિણી–અવસર્પિણી આદિ અવસ્થાઓ અને કાલ-ચક્રનું સૂચન કર્યું છે તથા ચતુર્થ પુરુષાર્થનો ઉલ્લેખ કરીને સિદ્ધિમાં અહંતોના અનુગ્રહની અપેક્ષા જણાવી છે.
એકવીસમા શ્લોકમાં શ્રીમલ્લિજિનની સ્તુતિ દ્વારા અહંતોને સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને નરેન્દ્રો-રૂપી મયૂરોને માટે નૂતન-મધ-સમાન જણાવ્યા છે. એટલે કે અહંતોનું અસ્તિત્વ સ્વર્ગમાં રહેનારા, પાતાળમાં રહેનારા અને પૃથ્વી પર રહેનારા સર્વ કોઈને પરમ પ્રમોદનું કારણ હોય છે. વળી તેમને કર્મરૂપી વૃક્ષનું ઉમૂલન કરવામાં હસ્તિ-મલ્લ જણાવીને તેમના અદ્વિતીય પુરુષાર્થની પ્રતિષ્ઠા પણ કરેલી છે. અનેક વિભૂતિઓથી યુક્ત હોવા છતાં દરેક અહંતો અહિંસા, સંયમ અને તપનાં સાધન વડે કર્મોનો પૂરેપૂરો ઉચ્છેદ કરવા માટે પુરુષાર્થ ફોરવે છે ને એ પુરુષાર્થના પ્રતાપે જ તેઓ જગવંદ્ય આઈજ્યના અધિકારી બને છે.
બાવીસમા શ્લોકમાં શ્રીમુનિસુવ્રત-સ્વામીની સ્તુતિ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે અહંતોની ધર્મદેશના જગજીવોની મહામોહરૂપ નિદ્રાનો નાશ કરનારી હોય છે. તાત્પર્ય કે અહંતોની વાણીમાં વૈરાગ્યરસ એટલો ઉત્કટ હોય છે કે તે વિષય-લાલસાનાં ગમે તેવાં કઠિન પડોને ભેદી નાખે છે અને તેના સ્થાને શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય વગેરેનું વિમલ વાતાવરણ ખડું કરી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org