Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ ૦૨૫૧ કરનારું. કાયિકી આદિ પચીસ પ્રકારની ક્રિયા વડે એકત્ર થયેલાં કર્મોની પીડામાંથી સંપૂર્ણ મુક્ત કરનારું.
પ્રથમાવાળાં બધાં પદો નમંસાયંનાં વિશેષણો છે.
નિયં-[નિતમ્]-અજિત, પરાભવ ન પામે તેવું, નિષ્ફલ ન થાય તેવું.
નિવિયં-[વિત]-વ્યાપ્ત, પરિપૂર્ણ. નિરિત વ્યાસ' (બો.દી.) ૪-[૨]-અને. [ગુoોર્દિ-ગુૌઃ]-ગુણો વડે.
Thઃ સમ્પત્િન-જ્ઞાન-ચરિત્ર -યશ-પ્રમુવૈ'-(બો.દી.) “ગુણો વડે એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર આદિ ગુણો વડે અથવા રૂપ, યશ-પ્રમુખ ગુણો વડે.”
મહાકુ-સિદ્ધિાર્થ-[મદમુનિ-સિદ્ધિતિ]-મહામુનિઓની સિદ્ધિને પ્રાપ્ત કરાવનારું,
મહાન એવા મુનિ તે મહામુનિ, તેની સિદ્ધિને ગત તે મહામુનિ સિદ્ધિતિ. મહામુનિ-યોગી. તેને પ્રાપ્ત થતી સિદ્ધિઓ મુખ્યત્વે આઠ પ્રકારની છે :
(૧) અણિમા-અણુરૂપ થવાની સિદ્ધિ. (૨) મહિમા-મેરુથી પણ મોટું શરીર કરવાની શકિત (૩) ગરિમા-અત્યંત ભારે થવાની શક્તિ. (૪) લઘિમા-વાયુથી પણ હલકા થવાની શક્તિ. (૫) પ્રાપ્તિ-ઈચ્છામાત્રથી દૂર રહેલા પદાર્થોને પ્રાપ્ત કરવાની શક્તિ. (૬) પ્રાકામ્ય-ઇચ્છા પ્રમાણે વર્તી શકવાની સિદ્ધિ. (આ સિદ્ધિથી યોગી ભૂમિમાં ડૂબકી મારી શકે છે અને પાછો બહાર નીકળી શકે છે તથા પાણી ઉપર જમીનની માફક ચાલી શકે છે.) (૭) ઈશિત્વ-સર્વ વસ્તુ પર પ્રભુત્વ કરવાની સિદ્ધિ. (આ સિદ્ધિથી યોગી તમામ વસ્તુ પર પ્રભુત્વ ધરાવે છે.) (૮) વશિત્વ-સર્વને વશ કરવાની સિદ્ધિ. (આ સિદ્ધિથી યોગી તમામ પ્રાણીઓને વશ કરી શકે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org