________________
અજિત-શાંતિ-સ્તવ ૦ ૨૬૯
'सप्पे' पंडुयए,' पिंगलते सव्वरयण महापउ' । काले महाकाले, माणवग' महानिहि संखे । "
७
(૧) નૈસર્પ, (૨) પાંડુક, (૩) પિંગલક, (૪) સર્વરત્ન, (૫) મહાપદ્મ, (૬) કાલ, (૭) મહાકાલ,(૮) માણવક અને (૯) શંખ.
પ્રવચનસારોદ્વારની ટીકા(ભા-૨ ૫ત્ર ૩૫૨ )માં કહ્યું છે કે આ નવ નિધિઓને વિશે શાશ્વત કલ્પનાં પુસ્તકો હોય છે અને તેમાં વિશ્વ-સ્થિતિનું કથન કરેલું હોય છે.
નૈસર્પનિધિનાં કલ્પોમાં ગ્રામ, આકર, નગ૨, પાટણ, દ્રોણમુખ, મડંબ, સ્કંધાવાર, ગૃહ વગેરેની સ્થાપનાનો વિધિ દર્શાવેલો હોય છે. પાંડુકનિધિનાં કલ્પોમાં ગણિત, ગીત, ચોવીસ પ્રકારનાં ધાન્યનાં બીજ તથા તેની ઉત્પત્તિના પ્રકાર વર્ણવેલા હોય છે. પિંગલકનિધિનાં કલ્પોમાં પુરુષ, સ્ત્રી, હાથી, ઘોડા, વગેરેનાં આભરણો બનાવવાનો વિધિ વર્ણવેલો હોય છે. સર્વરત્નનિધિનાં કલ્પોમાં ચક્રવર્તીનાં ચૌદ રત્નોનું વિગતવાર વર્ણન હોય છે; મહાપદ્મનિધિનાં કલ્પોમાં વસ્ત્ર તથા રંગની ઉત્પત્તિ, તેના પ્રકાર, તેને ધોવાની રીતો તથા સાત ધાતુઓનું વર્ણન હોય છે; કાનિધિનાં કલ્પોમાં સમગ્રકાલનું જ્ઞાન (જ્યોતિષ), તીર્થંકરાદિના વંશનું કથન, તથા સો પ્રકારનાં શિલ્પોનું વર્ણન હોય છે; મહાકાલિનધિનાં કલ્પોમાં લોહ, સુવર્ણ, મુક્તા, મણિ, સ્ફટિક, પરવાળાં વગેરેના વિવિધ ભેદો અને તેની ઉત્પત્તિ વગેરેનું વર્ણન હોય છે, માણવકનિધિનાં કલ્પોમાં યોદ્ધાઓની ઉત્પત્તિ, શસ્ત્રસામગ્રી, યુદ્ધનીતિ તથા દંડનીતિ વગેરેનું વર્ણન હોય છે; તથા શંનિધિનાં કલ્પોમાં ગદ્ય, પદ્ય, નૃત્ય, નાટક વગેરેનું વિગતવાર વર્ણન હોય છે.
ચક્રવર્તી છ ખંડ જીતતાં જ્યારે ગંગા નદીના પશ્ચિમ તટે જાય છે, ત્યારે આ નવનિધિઓ પ્રગટ થાય છે જેમાં ઉપર જણાવ્યા પ્રમાણે કલ્પો સાથે અઢળક સંપત્તિ ભરેલી હોય છે.
ચક્રવર્તી નાના-મોટા ૩૨૦૦૦ દેશોને જીતે છે ત્યારે તેને દરેક દેશના રાજાની પુત્રી તથા તે દેશના આગેવાનની પુત્રી, એમ બે કન્યાઓ અર્પણ થાય છે, એટલે તે ૬૪૦૦૦ સ્ત્રીઓનો સ્વામી બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org