Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ ૩૦૭
શ્રુતિનું સમાનયન તે શ્રુતિ-સમાનયન. શ્રુતિ-સ્વરનો સૂક્ષ્મ ભેદ. ષડ્જ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ એ સાત સ્વરોની વચ્ચે જે વિભાગો રહેલા છે, તે શ્રુતિ કહેવાય છે. સંગીતવિશારદોના મતથી આવી શ્રુતિઓ બાવીસ છે. તે આ પ્રમાણે : ષડ્જની શ્રુતિ ચાર, તેમાં ત્રીજી તથા ચોથી શ્રુતિએ ઋષભનું મિશ્રણ થાય છે. ઋષભની શ્રુતિઓ ત્રણ, તેમાં ત્રીજી શ્રુતિએ ગાંધારનું મિશ્રણ થાય છે. ગાંધારની શ્રુતિઓ બે, તેમાં બીજી શ્રુતિએ કોમળ અથવા શુદ્ધ મધ્યમનું મિશ્રણ થાય છે. મધ્યમની શ્રુતિઓ ચાર, તેમાં બીજી શ્રુતિએ તીવ્ર મધ્યમનું અને ચોથી શ્રુતિએ પંચમનું મિશ્રણ થાય છે. પંચમની ચાર, તેમાં ચોથી શ્રુતિએ ધૈવતનું મિશ્રણ થાય છે અને ધૈવતની શ્રુતિઓ ત્રણ તેમાં ત્રીજી શ્રુતિએ નિષાદનું મિશ્રણ થાય છે. નિષાદની શ્રુતિઓ બે છે, તેમાં બીજી શ્રુતિએ બીજા સપ્તકના ષડ્જ-સાનું મિશ્રણ થાય છે. આ બાવીસ શ્રુતિઓનાં નામ અનુક્રમે નીચે પ્રમાણે સમજવાં :
સ્વર શ્રુતિઓની સંખ્યા
પ૪
ઋષભ
ગાંધાર
મધ્યમ
પંચમ
દૈવત
૩
૨
૪
૪
૩
શ્રુતિઓનાં નામ
તીવ્રા કુમુદ્ધતી, મન્દા, છંદોવતી. દયાવતી, રંજની, રતિકા રૌદ્રી, ક્રોધા.
વજિકા, પ્રસારિણી, પ્રીતિ, માર્જની. ક્ષિતિ, રક્તા, સાંદીપિની, આલાપિની. મદન્તી, રોહિણી, રમ્યા.
શ્રી જમ્બુઢીપપ્રજ્ઞપ્તિની ટીકામાં મૃદંગ, પણવ, અને દર્દરિકનો પરિચય આ પ્રમાણે આપેલો છે :
"मृदङ्गो लघुमर्द्दलः पणवो भाण्डपटहो लघुपटहो वा पटहः स्पष्टः । दर्दरिको यस्य चतुर्भिश्चरणैरवस्थानं भुवि स गोधाचर्मावनद्धो वाद्यविशेषः । ' ५-१०१
મૃદંગ એટલે નાનું માદલ [તબલા], પણવ એટલે ભાંડ-પટહ કે લઘુ-પટહ [નાનું નગારું] અને દરેક એટલે ઘોના ચામડાથી મઢેલું ચાર પાયા વડે જમીન પર મુકાતું આનદ્ધ વાદ્ય-વિશેષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org