Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૭૪ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
શુળેર્દિ (ગુÎ:)-ગુણો વડે.
મહામુનિ !-(મહામુને !)-મુનીશ્વર !
મહાન્ એવા મુનિ તે મહામુનિ. જે સર્વ જગતને જાણે છે, તે મુનિ કહેવાય છે. ‘મતે યો ખાત્ સર્વ, સ મુનિઃ પરિકીર્તિતઃ ।'
અમિય-વત્તા !-(અમિત-વત !)-અપરિમિત બલવાળા !
‘અમિતે વતં સામર્થ્ય યસ્ય અમિતવતઃ’-‘અમિત છે બલ એટલે સામર્થ્ય જેમનું તે અમિતબલ.' અમિત-ન માપી શકાય તેવું, અપરિમિત વ્રતઆત્મબલ, વીર્ય. તીર્થંકરોનું શારીરિક બલ પણ અપરિમિત હોય છે. કહ્યું છે કે
निवईहिं बला बलिणो, कोडिसिलुक्खेव सत्तिणो हरिणो । तद्धुगुण-बला चक्की, जिणा अपरिमिय बला सव्वे ॥
નૃપતિઓ કરતાં બલદેવો ઘણા બલવાન હોય છે, બલદેવો કરતાં વાસુદેવો ઘણા બલવાન્ હોય છે કે જે કોટિશિલાને પણ ઉપાડવાની શક્તિવાળા હોય છે; ચક્રવર્તીઓ તેમના કરતાં પણ બમણા બળવાળા હોય છે; અને સર્વે તીર્થંકરો અપરિમિત બળવાળા હોય છે.
વિડન-ત્તા !-(વિપુત-ત !)-હે વિશાલ કુલવાળા !
વિપુલ છે ત જેનું તે વિપુત-ત. વિપુત્ત-વિશાળ, ઉત્તમ. તવંશ, અન્વય, પરિવાર. શ્રીઅજિતનાથ ભગવાન ઇક્ષ્વાકુકુળમાં જન્મ્યા હતા. એટલે તેમનું કુળ વિપુલ-વિશાળ હતું તથા ધાર્મિકકુળ-પરિવાર અત્યંત વિશાળ હતો. તેમાં ૯૫ ગણધરો હતા, ૨૨૦૦ કેવળી હતા, ૧૪૫૦ મનઃપર્યાયજ્ઞાની હતા, ૯૪૦૦ અધિજ્ઞાની હતા, ૩૭૫૦ ચૌદપૂર્વી હતા. ૧૨૪૦૦ વાદી હતા, ૨૦૪૦૦ વૈક્રિયલબ્ધિવાળા હતા, ૧૦૦૦૦૦ સાધુઓ હતા, ૩૩૦૦૦૦ સાધ્વીઓ હતી, ૨૯૮૦૦૦ શ્રાવકો હતા, અને ૫૪૫૦૦૦ શ્રાવિકાઓ હતી.* અહીં વિપુત-તા એવો પાઠ પણ મળે છે, તેનો અર્થ વિશાળ કલાવાળા થાય છે.
*ત્રિ. શ. પર્વ ૨હ્યું, સર્ગ છઠ્ઠો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org