Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ ૦ ૨૮૭
अइसयचरण- समत्था, जंघाविज्जाहिं चारणा मुणओ । जंघाहिं जाइ पढमे, निस्सं काउं रविकरे वि ॥५९७ ॥
गुप्पारण गओ, रुयगवरंमि य तओ पडिनियो । बीएणं नंदीसरमि, एइ तइएण समएणं ॥ ५९८ ॥
पढमेण पंडुगवणं, बीउप्पाएण नंदणं एइ । तइउप्पाएण तओ, इह जंघाचारणो एइ ॥५९९ ॥
पढमेण माणुसोत्तरनगं तु नंदीसरं तु बीएणं । પફ તો તળું, જ્ય-રેફ્યવંળો યં ૬૦૦ની पढमेण नंदणवणे, बीउप्पारण पंडुगवणंमि । एइ इहं तइएणं, जो विज्जाचारणो होइ ||६०१||
અતિશયવાળી ગતિ વડે ચાલવામાં સમર્થ એવા જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિઓ સૂર્યનાં કિરણોને પણ, આશ્રય લઈને જ્યાં જવું હોય ત્યાં જાય છે. ૫૯૭.
જંઘાચરણ મુનિ રુચકવર દ્વીપ સુધી એક ડગલામાં પહોંચી શકે છે (અને એક જ ડગલામાં પાછા પણ આવી શકે છે.) બીજા ડગલામાં નંદીશ્વરદ્વીપ સુધી જઈ શકે છે અને ત્રીજે ડગલે પાછા પોતાના સ્થાને આવી શકે છે. ૫૯૮.
જો મેરુપર્વત ૫૨ જવાની ઇચ્છા હોય તો એક જ ડગલામાં પાંડુકવનમાં પહોંચી શકે છે અને પાછા વળતાં એક ડગલે નંદનવન અને બીજે ડગલે પોતાના સ્થાને આવી શકે છે. જંઘાચારણ મુનિ ચારિત્રાતિશય પ્રભાવવાળા હોય છે. ૫૯૯.
વિદ્યાચારણ મુનિ પ્રથમ ડગલામાં માનુષોત્તર પર્વત જાય છે, બીજા ડગલામાં નંદીશ્વરદ્વીપે જાય છે અને ત્યાં રહેલાં ચૈત્યોને વાંદીને પાછા વળતાં એક જ ડગલામાં પોતાના સ્થાને આવે છે. અથવા મેરુપર્વત જતાં પ્રથમ ડગલા વડે નંદનવન, બીજાથી પાંડુકવન અને ત્યાં રહેલાં ચૈત્યોને વાંદીને વળતાં એક જ ડગલામાં પોતાના સ્થાને પહોંચે છે.' ૬૦૦-૬૦૧.
શાસ્ત્રમાં ચારણમુનિઓના બીજા પ્રકારો પણ વર્ણવેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org