Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૯૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ તે વંતિં મ પ વંતિ નમે-તે શાન્તિનાથને હું અંજલિપૂર્વક નમસ્કાર કરું છું . કેવા શાન્તિનાથને ? મહામુખિ-જેઓ મહામુનિ છે; તથા રી-ઢોસ-મય-મોઢ વનિ-રાગ, દ્વેષ, ભય અને મોહથી વર્જિત છે; તથા તેવ-ઢાળવ-નરિંદ્ર-વંતિય-દેવેન્દ્રો અને દાનવેંદ્રોથી વંદાયેલા છે; તથા ૩૪મુંઉત્તમ છે અને મહાતવં–મહાતપસ્વી છે, તેમને.
(૨૨-૨૩-૨૪-૬) ઉત્તમ વિમાનોમાં બેસીને, સોનાના દિવ્ય રથોમાં આરૂઢ થઈને તથા સેંકડો ઘોડાના સમૂહ પર સવાર થઈને જેઓ શીધ્ર આવેલા છે અને ઝડપથી નીચે ઊતરવાને લીધે જેમના કાનન કુંડલ, બાજુબંધ અને મુગટ ક્ષોભ પામીને ડોલી રહ્યાં છે તથા ચંચલ બન્યાં છે; તથા મસ્તક પર ખાસ પ્રકારની સુંદર માળાઓ ધારણ કરેલી છે; જેઓ (અરસપરસ) વૈરવૃત્તિથી મુક્ત અને ઘણી ભક્તિવાળા છે; જેઓ ત્વરાથી એકઠા થયેલા છે, અને ઘણું વિસ્મય પામેલા છે તથા સકલ સૈન્ય-પરિવારથી યુક્ત છે; જેમનાં અંગો ઉત્તમ જાતિનાં સુવર્ણ અને રત્નોથી બનેલા પ્રકાશિત અલંકારો વડે દેદીપ્યમાન છે; જેઓનાં ગાત્ર ભક્તિભાવથી નમેલાં છે તથા બે હાથ મસ્તકે જોડી અંજલિ-પૂર્વક પ્રણામ કરી રહેલા છે તેવા સુરોના અને અસુરોના સંઘો જે જિનેશ્વર પ્રભુને વંદીને, સ્તવીને, ત્રણ વાર પ્રદક્ષિણા દેવાપૂર્વક ફરીને, નમીને અત્યંત હર્ષ-પૂર્વક પોતાનાં ભવનોમાં પાછા ફરે છે, તે રાગ-દ્વેષભય-મોહ-વજિત અને દેવેન્દ્રો, દાનવેદ્રો અને નરેદ્રોથી વંદિત શ્રેષ્ઠ મહાન તપસ્વી અને મહામુનિ શ્રી શાંતિનાથ ભગવાનને હું પણ અંજલિ-પૂર્વક નમસ્કાર કરું છું.
[૨૫-૨૬-૨૭-૨૮-૩]-ગંબરંતર-વિમાનિર્દ-(અર્બરાન્તરવિવાળિwifમ:)-આકાશના અંતરમાં વિચરનારી, આકાશમાં વિચરનારી.
अम्बरन। अन्तरभां विचारणिका ते अम्बरान्तर-विचारणिका. अम्बरઆકાશ. ઉત્તર-મધ્ય ભાગ. વિવાળી -વિચરનારી. આ પદથી લઈને ૨૮મી ગાથાના મત્તિ-સનિવિદ્-વાર્દિ સુધીનાં બધાં પદો તૃતીયાના બહુવચનમાં છે. - નથિ-ઇં-દુમિનિમાર્દિ-[ભિત-દં-વધૂ-મિનિrf]મનોહર હંસલીના જેવી સુંદર ગતિએ ચાલનારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org