________________
૩૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સ્પર્શમાત્રથી કામ-શાંતિને પામનારા હોય છે. પાંચમા અને છઠ્ઠા દેવલોકના દેવો તેમનો મનોહર શૃંગાર જોઈને કામ-શાંતિને પામનારા હોય છે. સાતમા અને આઠમા દેવલોકના દેવો તેમના વિવિધ શબ્દો સાંભળીને કામ-શાંતિ પામનારા હોય છે. આ દેવલોકથી આગળ દેવીઓની ગતિ હોતી નથી, કારણ કે નવમા, દશમા, અગિયારમા અને બારમા દેવલોકના દેવો તો દેવીઓનાં ચિંતનમાત્રથી કામ-શાંતિ મેળવનારા હોય છે. એથી ઉપરના રૈવેયક અને અનુત્તરના દેવો વિષય-સુખથી રહિત હોય છે. જય-પ્રવીવાર માં રેશાનાત. Iટા શેષા: સ્પર્શ-પ-શબ્દ-મન:-પ્રવીવાર યોદ્ધયોઃ II પરેડpવીવારી: I૨૦માં [ત. સૂ. અ. ૪].
વંસ-સદ-વંતિ-તન-મેનિ-(વંશ-શબ્દ-તન્ની-તીન-મેનિસ્તે)-વાંસળી વગેરેના શબ્દમાં વીણા અને તાલ વગેરેના અવાજને મેળવતી.
વંશના શબ્દમાં તત્રી અને તાતનો શબ્દ ત્રિત તે વંશ-શબ્દ-તત્રીતાત-નિત.. - વાદ્યો ચાર પ્રકારનાં હોય છે : (૧) તત, (૨) વિતત, (૩) શુષિરા અને (૪) ઘન. કહ્યું છે કે
"ततं वीणाऽऽदिकं वाद्यम्, आनद्धं मुरजादिकम् । वंशादिकं तु शुषिरं, कांस्यतालादिकं घनम् ॥"
(૧) તતવાદ્ય, તે વીણાદિક તારવાળાં વાજિંત્રો. (૨) આનદ્ધ અથવા વિતતવાદ્ય, તે મુરજ-મૃદંગ આદિ ચામડે મઢેલાં વાજિંત્રો, (૩) શુષિરવાદ્ય, તે વંશ (વાંસળી) વગેરે પવનથી વાગતાં વાજિંત્રો અને (૪) ઘનવાદ્ય, તે કાંસ્ય-તાલ આદિ આઘાતથી વાગતાં વાજિંત્રો.
દેવો આ ચારે પ્રકારનાં વાદ્યો વગાડે છે. * વંશ-શબ્દ-ફ્રેંક વડે વાગતાં વાંસળી, પાવા, મુરલી વગેરે સુષિર વાદ્યોનો અવાજ. તન્ની-વીણા. તે અનેક પ્રકારની હોય છે. જેમ કે બે તારવાળી તે નકુલા, ત્રણ તારવાળી તે ત્રિતંત્રી, ચાર તારવાળી તે રાજધાની, પાંચ તારવાળી તે વિપંચી, છે તારવાળી તે શાર્વરી અને સાત તારવાળી તે પરિવાદિની. વળી તેનાં
* 'देवा चउव्विधं वातियं वादेंति, तं जहा ततं विततं धणं सुसिरं"
–જીવાભિગમસૂત્ર પૃ. ૨૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org