________________
૨૭૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
રાગાદિ શત્રુઓને જીતનારા હતા.
આ સંદાનિતકમાં પણ પ્રભુનું રાજ-રાજેશ્વરપણું દર્શાવવામાં આવ્યું છે.
(૧૧-૧૨-૫) જે ભગવાન્ પ્રથમ ભરતક્ષેત્રમાં કુરુદેશના હસ્તિનાપુરના રાજા હતા અને પછીથી મહાચક્રવર્તીના રાજ્યને ભોગવનારા મહાપ્રભાવવાળા થયા તથા બોતેર હજાર મુખ્ય શહેરો અને હજારો નગર તથા નિગમવાળા દેશના પતિ બન્યા કે જેમને બત્રીસ હજાર ઉત્તમ રાજાઓ અનુસરતા હતા, તેમ જ જે ચૌદ રત્નો, નવ મહાનિધિઓ, ચોસઠ હજાર સ્ત્રીઓના સ્વામી બન્યા હતા, તથા ચોરાશી લાખ ઘોડા, ચોરાશી લાખ હાથી, ચોરાશી લાખ રથ અને છન્નુ ક્રોડ ગામોના અધિપતિ બન્યા હતા, તથા જે મૂર્તિમાન ઉપશમ જેવા, શાંતિ-કરનારા, સર્વ ભયોને તરી ગયેલા અને રાગાદિ શત્રુઓને જીતનારા હતા તે શાંતિનાથ ભગવાનનું શાંતિ-નિમિત્તે હું સ્તવન કરું છું.
:
सक्को
(૧૩-૩) વલ્રાન !-(પેક્ષ્ચા)-ઇક્ષ્વાકુવંશમાં ઉત્પન્ન થયેલા ! ‘રૂવાળોરપત્યું. વાઃ'-ઇક્ષ્વાકુનું અપત્ય તે ઐક્ષ્વાક. શ્રીઋષભદેવજીનો વંશ ઇક્ષ્વાકુ કહેવાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે વંતદ્રુવળે, વસ્તુ-આનૂ તેળ હાંતિ વાળ'-વંશસ્થાપન વખતે શક્ર ઇક્ષુ (શેરડી) લાવ્યા, ભગવાને તેની ઇચ્છા કરી, તેથી ઇક્ષ્વાકુ કહેવાય છે.' આ પ્રસંગની સ્પષ્ટતા ત્રિષ્ટિશલાકા-પુરુષ-ચરિત્રનાં પ્રથમ પર્વના બીજા સર્ગમાં આ પ્રમાણે છે : ‘(શ્રીઋષભદેવ પ્રભુને જન્મ થયાને એક વર્ષ થવા આવ્યું, એટલે સોધર્મેન્દ્ર વંશ-સ્થાપન કરવાને માટે ત્યાં આવ્યા. ‘સેવકે ખાલી હાથે સ્વામીનું દર્શન કરવું ન જોઈએ,' એવી બુદ્ધિથી જ જાણે હોયની તેમ ઈંદ્રે એક મોટી ઇક્ષુ-યષ્ટિ (શેરડીનો સાંઠો) સાથે લીધી. પછી ઇંદ્ર ઇક્ષુદંડ-સહિત નાભિરાજાના ઉત્સંગમાં બેઠેલા પ્રભુ પાસે આવ્યા એટલે પ્રભુએ અવધિજ્ઞાન વડે ઇંદ્રનો સંકલ્પ જાણી લઈ, હસ્તીની પેઠે તે ઇક્ષુ-દંડ લેવાને પોતાનો કર લાંબો કર્યો. સ્વામીના આ ભાવને જાણનારા ઈંદ્રે મસ્તક વડે પ્રણામ કરીને ભેટ તરીકે તે ઇક્ષુદંડ પ્રભુને અર્પણ કર્યા. પ્રભુએ ઇક્ષુની અભિલાષા કરી તેથી તેમનો ‘ઇક્ષ્વાકુ' એવા નામનો વંશ સ્થાપન કરી, ઇંદ્ર સ્વર્ગમાં ગયા.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org