________________
૨૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ યુવતિ, તેના પુત્ર એવા પતિ તે વતુર્વશવરરત-નવ-મહાનિધિ-ચતુઃષણ સહપ્રવર-યુવતીન સુન્દરપતિ. વતુર્વસ-ચૌદ. વરરત-ઉત્તમ રત્ન. ચક્રવર્તીને ચૌદ રત્નો હોય છે. તે નીચે મુજબ :
'सेणावई गाहावई,२ पुरोहिय, तुरय गय वड्इ इत्थी । વાં છત્ત fm? If૨–૧૨–ટૂંક ય ''
(૧) સેનાપતિ, (૨) ગાથાપતિ (ગૃહપતિ), (૩) પુરોહિત, (૪) અશ્વ (૫) ગજ, (૬) વકિ, (૭) સ્ત્રી, (૮) ચક્ર, (૯) છત્ર, (૧૦) ચર્મ, (૧૧) મણિ, (૧૨) કાકિણી, (૧૩) ખડ્ઝ અને (૧૪) દંડ.
સેનાપતિરત્ન એટલે સમસ્ત સૈન્યનો કુશલ નાયક, જે ચક્રવર્તીની સહાય વિના પણ કેટલાક દેશો જીતે છે. ગાથાપતિ(ગૃહપતિ)રત્ન એટલે ભોજનસામગ્રી તથા ફળ-ફૂલ વગેરે ખાદ્ય વસ્તુઓ પૂરી પાડનાર. પુરોહિતરત્ન એટલે શાંતિકર્મ તથા અન્ય ધાર્મિક વિધિઓ કરાવનાર. અશ્વરત્ન એટલે અતિ ઉત્તમ જાતિનો ઘોડો. ગજરત્ન એટલે અતિ ઉત્તમ જાતિનો હાથી. વધેકિરત્ન એટલે દરેક જાતનું બાંધકામ કરનાર તથા પૂલો વગેરે બનાવનાર. સ્ત્રીરત્ન એટલે ચક્રવર્તીની પટ્ટરાણી થવાને યોગ્ય સ્ત્રી. ચક્રરત્ન એટલે સર્વ આયુધોમાં શ્રેષ્ઠ અને દુર્જય શત્રુનો પરાજય કરનારું શસ્ત્ર. છત્રરત્ન એટલે મસ્તક પર ધારણ કરવાનું અતિ મનોહર છત્ર. ચર્મરત્ન એટલે ચામડાનું એક પ્રકારનું વિશિષ્ટ સાધન, જે નદી, સરોવર વગેરે જલાશયોને પાર કરવામાં ઉપયોગી થાય છે. મણિરત્ન એટલે દૂર સુધી પ્રકાશ આપનારો અથવા રોગને હરનારો એક પ્રકારનો અભુત મણિ. કાકિણીરત્ન એટલે ખડકને પણ કોરી શકે તેવી એક પ્રકારની વસ્તુ ખગ્રરત્ન એટલે ઉત્તમ પ્રકારની તલવાર અને દંડરત્ન એટલે વિષમભૂમિને સમ કરનાર તથા અભુત ત્વરાથી જમીન ખોદી આપનારું એક પ્રકારનું હથિયાર.
આ રત્નો વડે ચક્રવર્તી રાજ્યનો વિસ્તાર તથા તેની રક્ષા ઉત્તમ પ્રકારે કરવાને સમર્થ થાય છે.
નવમહાનિધિ-નવ જાતિના મહાનિધિઓ. તેનાં નામો આ પ્રમાણે સમજવાં :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org