Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૫૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ભાવપૂર્વક વંદાયેલા.
સુર અને અસુર અને ગરુડ અને મુખI તે સુર-અસુર- -મુની, તેના પતિ તે સુર–અસુર-દુ-મુન-પતિ, તેમના વડે પ્રયત પ્રUિાપતિત તે સુઅસુર-ટુ-મુઝ-પતિ-પ્રયત-પ્રણિપતિત. સુ-વૈમાનિક દેવો. અસુરઅસુરકુમાર. ગરુડે-સુપ(વર્ણકુમાર. મુન-નાગકુમાર. પતિ-સ્વામી, ઇંદ્ર. પ્રયત: -અત્યંત આદરપૂર્વક. પ્રણિપતિત-પ્રણિપાત કરાયેલા, વંદાયેલા.
નિયં-[ગત]-શ્રી અજિતનાથને. ૩Hવ -[મામ્ પિ ]-હું પણ. અહીં પિ ૨ અવ્યય સમુચ્ચયાર્થમાં છે.
સુનય-ન-નિr-[અન-ન-નિપુણ]-સુનયોના જ્ઞાનમાં પ્રતિપાદનમાં અતિકુશલ.
સુનયનો નય તે સુનય-નય, તેમાં નિપુણ તે સુનય-નય-નિપુણ. સુનયસમ્યગ્નય.
બીજી અપેક્ષાઓનો વિરોધ ન કરતાં પોતાને ઇષ્ટ ધર્મનું પ્રતિપાદન કરે તે સુનય કહેવાય છે અને બીજી અપેક્ષાઓનો વિરોધ કરે, તે કુનય કે નયાભાસ કહેવાય છે. દાખલા તરીકે “પ્રદીપ અનિત્ય છે' એમ કહેવું એ સુનય છે, કારણ કે તેમાં બીજી કોઈ અપેક્ષાઓના વિરોધ નથી, જયારે “પ્રદીપ અનિત્ય જ છે, “એમ કહેવું એ કુનય કે નયાભાસ છે, કારણ કે તેમાં નિત્યત્વનો વિરોધ છે.
સુનયના દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે ભેદો છે, તેમાં દ્રવ્યાર્થિકના ચાર પ્રકાર છે : (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર અને (૪) ઋજુસૂત્ર. પર્યાયાર્થિકના ત્રણ પ્રકાર છે : (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત. આ બંને મળી સાત પ્રકારો છે. વળી એ દરેકના સો સો પ્રકારો છે, એટલે કુલ નયો ૭૦૦ થાય છે. એટલું જ નહિ પણ દરેક વચન એક પ્રકારનો નય છે, એમ ગણીએ તો તેની સંખ્યા અમર્યાદિત થાય છે.
નયના પ્રકારો બીજી રીતે પણ પાડવામાં આવે છે. જેમ કે નિશ્ચયનય’ અને વ્યવહારનય;” “જ્ઞાનનય’ અને ‘ક્રિયાનય;' “શબ્દનય’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org