Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ સ્તવ૦૨૬૫ સ્તિનાપુર, તેના નરેશ્વર તે ગુરુ-કનપદ્ધ-સ્તિનાપુર-નરેશ્વર. ગનપદ્-દેશ, રાષ્ટ્ર, પુર સિવાયનો વિસ્તાર. “નના: પદ્યન્ત છિન્ત વત્ર ગનપટ - જનો જાય છે જ્યાં તે જનપદ.” અથવા “નનીનાં નાનાં પાન્યવસ્થાનાનિ ચેષ તે નવી-જનોનાં એટલે લોકોનાં, પદો એટલે અવસ્થાનો કે રહેઠાણો, જયાં આવેલાં હોય છે તે જનપદ.” એટલે “જનપદ' એ લોકોની વસ્તીવાળા પ્રદેશ માટે મુકરર થયેલી સંજ્ઞા છે.
સાહિત્યમાં કુરુ-દેશના ઉલ્લેખો અનેક સ્થળે આવે છે. જેમ કેआकरः सर्ववस्तूनां, देशोऽस्ति कुरुनामकः । समुद्र इव रत्नानां, गुणानामिव सज्जनः ॥
સજ્જન જેમ ગુણોનો ભંડાર હોય છે, સમુદ્ર જેમ રત્નોનો ભંડાર હોય છે, તેમ કુરુ નામે દેશ સર્વ વસ્તુઓનો ભંડાર છે.*
કુરુદેશ અને હસ્તિનાપુરના સંબંધમાં શ્રીજિનપ્રભસૂરિએ હસ્તિનાપુરકલ્પનો નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે :
शतपुत्र्यामभूत् नाभिसूनोः सूनुः कुरुर्नृपः । कुरुक्षेत्रमिति ख्यातं, राष्ट्रमेतत् तदाख्यया ॥२॥ कुरोः पुत्रोऽभवद् हस्ती, तदुपज्ञमिदं पुरम् । हस्तिनापुरमित्याहुरनेकाश्चर्यसेवधिम् ॥३॥
શ્રી ઋષભદેવ ભગવાનને સો પુત્રો હતા, તેમાં કુરુ નામનો પણ પુત્ર હતો, તેણે જે પ્રદેશ પર રાજય કર્યું તે કુરુક્ષેત્ર કહેવાયું અને તેના નામ પરથી રાષ્ટ્ર પણ કુરુ તરીકે પ્રસિદ્ધ થયું. આ કુરુનો પુત્ર હસ્તી થયો, તેના
* ઇતિહાસવિદોના મત અનુસાર કુરુજનપદ પાંચાલ દેશની પશ્ચિમમાં અને મત્સ્યદેશની ઉત્તરમાં આવેલો હતો કે જે હાલ કુરુક્ષેત્ર (થાણેશ્વર) તરીકે ઓળખાય છે.
કુરુદેશની રાજધાની હસ્તિનાપુરમાં હતી, જે આજકાલ ગયપુરના નામથી ઓળખાય છે અને મેરઠની બાવીસ માઈલ પૂર્વોત્તર તથા બીજનૌરની નૈઋત્ય દિશામાં બૂઢી ગંગાના જમણા કિનારે આવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org