________________
૨૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સૌરાનું કારણ તે સૌર-૨. રી -સુખ. નિયં-[ગણિત-શ્રીઅજિતનાથના. સંક્તિ-[શાન્તિ]-શ્રીશાન્તિનાથના.
આગળ પવન્નહીં એ દ્વિકર્મક ધાતુ હોવાથી આ બંને પદો દ્વિતીયામાં આવેલાં છે.
ભાવ-[માવતઃ] ભાવ વડે, અંતરંગ-ભક્તિ વડે.* જયારે-[અમરૌ]-અભયને કરનારા, અભય આપનારા. સરVi-[શરણ[]-શરણને, રક્ષણને. પવન્ની -(પ્રપાધ્વ)-અંગીકાર કરો, પ્રાપ્ત કરો.
* હરિ-ભક્તિરસામૃત-સિમ્પમાં ભાવભક્તિનું લક્ષણ નીચે પ્રમાણે નવ પ્રકારે માનવામાં
આવ્યું છે :ક્ષત્તિ-ધન, પુત્ર, માન આદિનો નાશ, અસફળતા, નિદા તથા વ્યાધિ વગેરે ક્ષોભનાં કારણો ઉપસ્થિત થવા છતાં ચિત્ત જરા પણ ચંચલ ન થાય.
(૨) અવ્યર્થ-કાલ~-ક્ષણમાત્ર જેટલો સમય પણ સાંસારિક વિષય-કાર્યોમાં વ્યર્થ ન વિતાવતાં મન, વચન અને કાયાથી નિરંતર ભગવ–સેવા સંબંધી કાર્યોમાં મગ્ન રહેવું.
(૩) વિરક્તિ-આ લોક તથા પરલોકના સમસ્ત ભોગોમાં સ્વાભાવિક અરુચિ.
(૪) માનશૂન્યતા-સ્વયં ઉત્તમ આચરણ, વિચાર અને સ્થિતિથી સંપન્ન હોવા છતાં માન-સન્માનનો ત્યાગ કરવો અને અધમનું પણ સન્માન કરવું.
(૫) આશાબંધ-ભગવતુ-પ્રેમ પ્રાપ્ત થવાની ચિત્તમાં દઢ અને બદ્ધમૂલ આશા.
(૬) સમુત્કંઠા-અભીષ્ટ ભગવાનની પ્રાપ્તિ માટે અત્યંત પ્રબળ અને અનન્ય લાલસા.
(૭) નામ-કીર્તનમાં સદા રુચિ. (૮) ભગવાનના ગુણ-કથનમાં આસક્તિ.
(૯) ભગવાનના નિવાસ-સ્થાનમાં પ્રીતિ-જે ભૂમિ ભગવાનના ચરણ-સ્પર્શથી પવિત્ર થયેલી છે તેમાં રહેવાની પ્રેમભરી ઇચ્છા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org