________________
૨૬૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વિસ૩–આપો. કોને? મમ-મને. કોણ? સંતિકુળી-હે શાંતિનાથ ! શું ! પતિ-સમાહિ-વાં–શ્રેષ્ઠ શાંતિ અને સમાધિ.
મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક પ્રણામ કરવો તે ઉત્કૃષ્ટ ભાવપ્રણામ છે.
- શ્રી શાંતિનાથ શાંતિકર છે અને સમાધિથી ભરપૂર છે, તેથી જ તેમની પાસે ભક્તિનાં ફળરૂપે શાંતિ અને સમાધિ પ્રાપ્ત કરવાની અભિલાષા પ્રકટ કરવામાં આવી છે.
(૮-૫) શ્રેષ્ઠ અને નિર્દોષ પરાક્રમને ધારણ કરનારા; સરલતા, મૃદુતા, ક્ષમા અને નિર્લોભતા વડે સમાધિના ભંડાર જેવા; શાંતિને કરનારા, ઇંદ્રિય-દમનમાં ઉત્તમ અને ધર્મતીર્થને સ્થાપનારા હે શાંતિજિન ! મને શ્રેષ્ઠ શાંતિ અને સમાધિ આપનારા થાઓ.
(૯-૧૦-૩) સાર્વસ્થિ-પુષ્ય-પસ્થિર્વ-(શ્રાવસ્તી પૂર્વ-પfથમ શ્રાવસ્તી-નગરીના પૂર્વ (કાલે) રાજા.
___ श्रावस्तीमा पूर्वले पार्थिव ते श्रावस्ती-पूर्व-पार्थिव. श्रावस्तीઅયોધ્યા. શ્રાવસ્તીશલ્વેનાત્રાયોધ્યામદુવૃદ્ધાઃ' (બો. દી.)-વૃદ્ધોના કહેવા મુજબ અહીં શ્રાવસ્તી-શબ્દથી અયોધ્યા ગ્રહણ કરવી* પૂર્વ-પૂર્વે, પૂર્વકાલે, દીક્ષા પ્રહણ કર્યા પહેલાં. પથવ રાજા.
-અને.
वरहत्थि-मत्थय-पसत्थ-वित्थिन्न-संथियं-(वरहस्तिमस्तक-प्रशस्त વસ્તી-સંસ્થિત)-ઉત્તમ હાથીના કુંભસ્થલ સમાન પ્રશસ્ત અને વિસ્તીર્ણ સંસ્થાનવાળા.
* બલરામપુર સ્ટેશનથી બાર માઈલના અંતરે આવેલો “સહેટમeટનો કિલ્લો' પ્રાચીન
શ્રાવસ્તીનું સ્થાન દર્શાવે છે, એમ આધુનિક પુરાતત્ત્વવિદોનું માનવું છે. શ્રાવસ્તી એ કુણાલા જનપદની રાજધાની હતી અને કુણાલાનગરી તરીકે પણ ઓળખાતી. પ્રભુ મહાવીરને કેવલજ્ઞાન થયું તે પૂર્વે તેર વર્ષે તેનો નાશ થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org