________________
સકલાર્હત્ સ્તોત્ર (ચૈત્યવંદન) ૨૨૩
તેવીસમા શ્લોકમાં શ્રીનેમિનાથ ભગવાનની સ્તુતિ-દ્વા૨ા અર્હતોના નખની દિવ્યતાનું દર્શન કરાવવામાં આવ્યું છે અને એ રીતે તેમનાં ચરણકમલ તથા સમસ્ત દેહમાં રહેલી એક પ્રકારની અલૌકિક શક્તિનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અર્હતોનાં ચરણ-કમલનો સ્પર્શ કરવાથી અને તેમાંથી પ્રકટી રહેલાં કિરણો મસ્તક પર પડવાથી મનુષ્યનાં મનની ગમે તેવી મલિનતાનો પણ નાશ થાય છે, એ આ સ્તુતિનો પ્રધાન સૂર છે.
ચોવીસમા શ્લોકમાં શ્રીઅરિષ્ટનેમિ ભગવાનની સ્તુતિ દ્વારા અર્હતોની કર્મ-વિધ્વંસક શક્તિનો તથા અરિષ્ટનો સંહાર કરવાની અદ્ભુત લબ્ધિનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અર્હતો ગમે તેવા નિબિડ કર્મનો તે જ ભવમાં ક્ષય કરે છે અથવા તો ભક્તોનાં ગમે તેવાં નિબિડ કર્મોનો નાશ કરવામાં સહાયભૂત થાય છે. વળી તેઓ અપાયાપગમ અતિશયથી યુક્ત હોવાને લીધે જ્યાં જ્યાં તેમનો વિહાર થાય છે, ત્યાં ત્યાંથી સાતે પ્રકારની ઇતિઓ દૂર ભાગે છે અને એ રીતે સર્વે અરિષ્ટો નાશ પામે છે.
પચીસમા શ્લોકમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ દ્વારા અહંતોના સમભાવનું સુંદર ચિત્ર દોરવામાં આવ્યું છે. એક બાજુ કમઠાસુર ભયંકર ઉપદ્રવો કરી રહ્યો છે, બીજી બાજુ ધરણેન્દ્ર સહાયભૂત થવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યો છે. એમ છતાં કમઠાસુર પર દ્વેષ નથી કે ધરણેન્દ્ર પર રાગ નથી. તાત્પર્ય કે સહુ પોતપોતાની ભૂમિકા અનુસાર કાર્યની પ્રવૃત્તિ કરી રહ્યા હોય ત્યાં દ્વેષ કેવો અને રાગ પણ કેવો ? એટલે અર્હતો ગમે તેવી પ્રતિકૂળ કે અનુકૂળ સ્થિતિમાં પણ સમભાવમાં જ સ્થિર રહેનારા હોય છે.
છવ્વીસમા શ્લોકમાં શ્રીમહાવીરપ્રભુની સ્તુતિ દ્વા૨ા અર્હતોની અદ્ભુત લક્ષ્મી એટલે અનંતજ્ઞાન વગેરે ચતુષ્ટયનું સૂચન કરવામાં આવ્યું છે અને તેઓ સદા મહાનંદ-સરોવરમાં ઝીલતા હોય છે, એવું જણાવીને તેમની ચિદાનંદઘન અવસ્થાનું ચિત્ર પણ દોરવામાં આવ્યું છે.
સત્તાવીસમા શ્લોકમાં શ્રીવીરજિનની સ્તુતિ દ્વારા અર્હતોનું ગમે તેવા પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગોમાં પણ સચવાઈ રહેતું અચલપણું દર્શાવવામાં આવ્યું છે અને તે સાથે અપકાર કરનાર પર પણ ઉપકાર કરવાની વૃત્તિ કેટલી સતેજ હોય છે, તેનો ખ્યાલ આપવામાં આવ્યો છે. છ છ માસ સુધી વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org