Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સકલાઈ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૨૨૫
વિશાળ છાતીને અલંકૃત કરવા માટે હાર-સમાન છે તથા દેવના શુદ્ધ સ્વરૂપને મલિન કરનારાં અઢાર દૂષણો-રૂપી હાથીઓના સમૂહને હણવા માટે સિંહ સમાન છે. આવા વીતરાગ જિન અર્ણવ જ ભવ્ય જીવોને વાંછિત ફલ એટલે મુક્તિ-ફલ આપી શકે છે.
તેત્રીસમા શ્લોકમાં અહંતોના પરમ પવિત્ર બિંબથી વિભૂષિત થયેલાં અષ્ટાપદ, ગજપદ, સંમેતશિખર, ગિરનાર, શત્રુંજય, માંડવગઢ, વૈભારગિરિ, કનકાચલ, અર્બુદગિરિ વગેરે તીર્થોનો નિર્દેશ કરવામાં આવ્યો છે અને તેમાં શ્રી ઋષભદેવ વગેરે જે જે અહિતો મૂર્તિરૂપે વિરાજમાન છે, તે સર્વે પ્રાણીઓનું કલ્યાણ કરે એવી ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે.
આ રીતે તેત્રીસ શ્લોકમાં અહંદવોના સદ્ભુત ગુણોનું શક્ય તેટલું વર્ણન કરવામાં આવ્યું છે અને તેમની ઉપાસના-આરાધનાની સાર્થકતા દર્શાવવામાં આવી છે.
હીરસૌભાગ્યાદિ મહાકાવ્યની ટીકાઓમાં સકલાઉત્ના કેટલાક શ્લોકોને ઉદાહરણો તથા પ્રમાણ તરીકે ટાંકવામાં આવેલા છે.*
આ સ્તોત્રની ૧ થી ૨૫ અને ૨૭મી ગાથા પર શ્રીવિજયસેનસૂરિના શિષ્ય શ્રી કનકકુશળગણિએ એક ટીકા વિ. સં.૧૬પ૪માં રચેલી છે અને બીજી ટીકા તે સમયમાં શ્રીગુણવિજયજીએ રચેલી છે.
શ્રી કનકકુશલગણિની ટીકાનું સંપાદન મુનિશ્રી ચતુરવિજયના શિષ્ય આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીએ વિક્રમ સંવત્ ૧૯૯૮માં કર્યું છે. અને શ્રીગુણવિજયની અર્થપ્રકાશ વૃત્તિ' નામની ટીકાનું સંપાદન આ. શ્રી. વિજયલબ્ધિસૂરીશ્વરના શિષ્ય શ્રી નેમિવિજયે વિ. સં. ૨૦૦૨માં કર્યું છે.
૭. પ્રકીર્ણક આ સ્તોત્રના ૧ થી ૨૫ અને ૨૭મા શ્લોકોનું આધારસ્થાન કલિકાલસર્વજ્ઞ, શ્રી હેમચંદ્રસૂરીશ્વર-વિરચિત ત્રિષષ્ટિશલાકા-પુરુષ-ચરિત્ર છે,
* જુઓ હિમાંશુવિજયનો લેખ, નામે “સકલાહની મહત્તા અને આલોચના' પૃ.
૪૦૯. પ્ર.-૩-૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org