________________
સકલાઈ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૨૨૧ હોય છે તથા અચિંત્ય માહાભ્યથી ભરેલા હોય છે. આવા અહિતોની ઉપાસનાનું ફલ બોધિ-બીજની પ્રાપ્તિ છે.
બારમા શ્લોકમાં શ્રી શીતલનાથ ભગવાનની સ્તુતિ દ્વારા જણાવ્યું છે કે અહિતો પરમાનંદ-રૂપી કંદને પ્રકટાવવા માટે નૂતન-મેઘ જેવા હોય છે અને તેમાંથી સ્યાદ્વાદ-રૂપી અમૃત વરસ્યા કરે છે. તાત્પર્ય કે જ્યાં જ્યાં અહંતોનાં પવિત્ર પગલાં પડે છે, ત્યાં ત્યાં આનંદ-મંગલ વરતાય છે અને તેઓ લોકોને ધર્મનો જે કંઈ ઉપદેશ આપે છે, તે સદા સ્યાદ્વાદ-મુદ્રાથી અંકિત હોય છે.
| તેરમા શ્લોકમાં શ્રીશ્રેયાંસનાથ ભગવાનની સ્તુતિ કરતાં એ વાત સ્પષ્ટ કરી છે કે દરેક અતિ ભવ-રૂપી રોગનો નાશ કરનારા હોવાથી ભવ-વૈદ્ય કહેવાય છે અને તેમનું દર્શન પ્રાણીમાત્રને અત્યંત પ્રસન્ન કરનારું હોય છે.
ચૌદમા શ્લોકમાં શ્રીવાસુપૂજય સ્વામીની સ્તુતિ કરતાં જણાવ્યું છે કે તીર્થંકરનામ-કર્મ જગત પર મહાઉપકાર કરનારું હોય છે. તેના ઉદય વખતે દરેક તીર્થકર વડે જગત પર મહાન ઉપકાર થાય છે, અને તે જ કારણે સુરો, અસુરો અને મનુષ્યો વડે તે પૂજાય છે.
પંદરમા શ્લોકમાં શ્રી વિમલનાથ પ્રભુની સ્તુતિ કરતાં અહંતોની વાણીમાં રહેલી અદ્ભુત તાકાતનું દર્શન કરાવ્યું છે. એ તાકાત છે લોકોનાં ચિત્તને અત્યંત નિર્મળ કરવાની; જેમ કતકવૃક્ષનાં ફલોનું (નિર્મનીનાં બીજનું) ચૂર્ણ ગમે તેવાં ગંદા પાણીને નિર્મલ બનાવી દે છે, તેમ અહંતોની વાણી ગમે તેવી મલિન ચિત્ત-વૃત્તિઓને પણ નિર્મલ બનાવી દે છે. સંશયરહિતતા, હૃદયંગમતા, પ્રસ્તાવોચિતતા વગેરે વાણીનાં અતિશયો તેમાં કારણભૂત બને છે.
સોળમા શ્લોકમાં શ્રી અનંતનાથ જિનેશ્વરની સ્તુતિ દ્વારા જણાવ્યું છે કે અહિતોની કરણા સ્વયમ્ભરમણ-સમુદ્રની પણ સ્પર્ધા કરે છે, એટલે કે તેમનું હૃદય કરુણાથી છલોછલ ભરેલું હોય છે.
સત્તરમા શ્લોકમાં શ્રીવર્ધમાન-પ્રભુની સ્તુતિ દ્વારા જણાવ્યું છે કે અહતો કલ્પવૃક્ષની જેમ પ્રાણીઓના ઇચ્છિત મનોરથને પૂરા કરનારા તથા ધર્મનું સ્વરૂપ દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકારે પ્રકાશનારા હોય છે. તાત્પર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org