Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૨૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩
હોઈને જે કોઈ તેમનાં દર્શન કરે છે, તેમનો ઉપદેશ સાંભળે છે કે તેમનાં નામમાત્રનું સ્મરણ કરે છે, તેને પરમ આનંદ થાય છે.
સાતમા શ્લોકમાં શ્રીસુમતિનાથ ભગવાનની સ્તુતિ કરતાં જણાવ્યું છે કે “જેમના ચરણ-નખો દેવોના મુગટ ઘસાવાથી અત્યંત ઉજ્જવલ થયા છે. તે તેમને મનોવાંછિત ફલ આપો.' તાત્પર્ય કે અહંતો દેવાધિદેવ હોય છે, અસંખ્ય દેવો તેમનાં ચરણમાં નમે છે અને એ રીતે તેઓ દેવોના પણ તારક છે. એમની ભક્તિ કરવાથી પ્રાણીઓનાં મનોવાંછિત પૂર્ણ થાય છે.
આઠમા શ્લોકમાં શ્રીપદ્મપ્રભુસ્વામીની સ્તુતિ કરતાં તેમના શરીરના રક્તવર્ણ સંબંધી ઉ...ક્ષા કરીને જણાવ્યું છે કે તેઓ અંતરંગ શત્રુનું મથન કરવામાં જાણે એટલા બધા કોપાયમાન (લાલચોળ) થયા હતા કે તેમનું આખું શરીર એ કોપથી રક્તવર્ણનું થઈ ગયું. તાત્પર્ય કે સર્વ અહંતો પોતાના આંતરશત્રુને જીતવા માટે પ્રબળ પુરુષાર્થ ફોરવનારા હોય છે. જેમણે પોતાની શુદ્ધિ કરેલી નથી તે જગતને શુદ્ધ કેમ કરી શકે ?
નવમા શ્લોકમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરતાં જણાવ્યું છે કે મહેન્દ્રોએ પણ તેમનાં ચરણોની પૂજા કરેલી છે અને તેઓ ચતુર્વર્ણ સંઘરૂપી ગગનમંડળમાં દેદીપ્યમાન સૂર્ય જેવા છે. સારાંશ કે અહંતોને સામાન્ય દેવો જ નહિ, પરંતુ મોટા મોટા ઇંદ્રો પણ પૂજે છે અને તેઓ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપી ચતુર્વર્ણથી બનેલા ધર્મ-સંઘની સ્થાપના કરીને તેને પૂરેપૂરા જ્ઞાન-પ્રકાશ આપનારા હોય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ વર્ષો જન્મ-અનુસાર યોજાયેલા છે, ત્યારે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર વર્ણો ગુણ-પ્રમાણે યોજાયેલા છે. બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ-સંઘમાં જન્મ-જાતિની શ્રેષ્ઠતા કરતાં ગુણની શ્રેષ્ઠતા ઉપર ભાર હોય છે.
દશમા શ્લોકમાં શ્રીચન્દ્રપ્રભસ્વામીની સ્તુતિ દ્વારા જણાવ્યું છે કે અહંતોની આકૃતિ-મૂર્તિ જાણે શુક્લધ્યાન સાકાર થયું હોય તેવી સત્ત્વ-ભરપૂર હોય છે.
અગિયારમા શ્લોકમાં શ્રીસુવિધિનાથ ભગવાનની સ્તુતિ દ્વારા જણાવ્યું છે કે અહતો કેવલજ્ઞાન વડે વિશ્વની તમામ વસ્તુઓને હસ્તામલકવત્ જોનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org