Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સકલાહ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૨૧૯ તીર્થકરોમાં સમાન રીતે હોય છે, તેથી વાસ્તવિકતાએ તે સર્વ તીર્થકરોની સામાન્ય સ્તુતિ જ છે.
ત્રીજા શ્લોકમાં શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરતાં જણાવ્યું છે કે તેઓ પૃથ્વીનાથ-રાજા થવામાં આદિ હતા, નિષ્પરિગ્રહ-પરિગ્રહનો ત્યાગ કરીને નિગ્રંથ થનારમાં પણ આદિ હતા અને જગતના જીવો ધર્મ પામી શકે તે માટે તીર્થની સ્થાપના કરવામાં પણ આદિ હતા. તાત્પર્ય કે તેઓ ધર્મ પ્રવર્તાવવામાં આદિ હતા એટલું જ નહિ પણ રાજ્ય સ્થાપનામાં તથા રાજ્ય છોડીને સાધુ થવામાં પણ તેમનું આદિપણું હતું, તેથી તેઓ “આદિનાથ એવા નામને સાર્થક કરનારા હતા.
ચોથા શ્લોકમાં શ્રી અજિતનાથ ભગવાનને વિશ્વનાં પ્રાણીઓ-રૂપી કમલવનને ખીલવવા માટે સૂર્ય-સમાન જણાવ્યા છે અને તેમના કેવલજ્ઞાનરૂપી અરીસામાં આખા જગતનું પ્રતિબિંબ પડે છે, એવું સૂચન કરીને અહંતોના મહદ્ ઉપકારીપણાનું તથા તેમની જ્ઞાન-વિષયક પૂર્ણતાનું સૂચન કરેલું છે. અહિતોના ઉપદેશથી માનવ-ગણનું મૂરઝાઈ ગયેલું હૃદય વિકાસ પામે છે તથા પ્રત્યેક અર્પત કેવલજ્ઞાની થયા પછી જ ઉપદેશ આપે છે. એ હકીકત સુપ્રસિદ્ધ
પાંચમા શ્લોકમાં શ્રીસંભવનાથ ભગવાનની વાણીને અર્થ આપતાં જણાવ્યું છે કે ભવ્ય જીવોને જો આરામ એટલે બગીચાની ઉપમા આપીએ તો અહંતોની આ વાણીને પાણીની નીક કે પાણીના ધોરિયા જેવી જ ગણવી જોઈએ, કારણ કે પાણીનો ધોરિયો જેમ બગીચામાં રહેલી સર્વ વનરાજિને પુષ્ટ કરે છે, તેમ અહંની વાણી ભજનોમાં રહેલા સુરુચિ અને સદાચાર સંસ્કારોને પુષ્ટ કરે છે.
છઠ્ઠા શ્લોકમાં શ્રીઅભિનંદન પ્રભુને અનેકાંતમત-રૂપી સમુદ્રમાં ભરતી આણવા માટે ચંદ્રમા-સમાન કહીને તથા તેઓ અતિ આનંદ આપનારા છે તેવી ભાવના વ્યક્ત કરીને અહંતોની દશનામાં રહેલી અનેકાંત શૈલીનું તથા સર્વ પ્રાણીઓને અમંદ આનંદ આપવાની તેમની અપૂર્વ શક્તિનું સૂચન કર્યું છે. અહંતોની વાણી સદા સાપેક્ષ હોય છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને જોઈને યોજાયેલી હોય છે. વળી તેમની પુણ્ય-પ્રકૃતિ અત્યંત બલવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org