Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સકલાહ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦ ૨૧૭
તે સમયે અહીં કેટલાંક જૈનમંદિરો બંધાયાં હતાં. આજે ત્યાં એક કીર્તિસ્તંભ અને થોડાં મંદિરો નજરે પડે છે. ત્યાંની રામપોળમાં અષ્ટાપદાવતાર શ્રીશાંતિજિન-પ્રાસાદ છે, પણ તેમાં મૂર્તિઓ વગેરે નથી. સત્તાવીસ દેવી નામનું જિનમંદિર જીર્ણ હાલતમાં ઊભેલું છે. તે ઉપરાંત સુકોશલ-સાધુની ગુફા પણ જોવા લાયક છે. શ્રીદેવેન્દ્રસૂરિના ઉપદેશથી મેવાડ-નરેશ શ્રીસમરસિંહની માતા જયતલ્લાએ આ કિલ્લા પર શ્રીશામળિયાજી પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું, તેવો ઉલ્લેખ તપાગચ્છની પટ્ટાવલીમાંથી પ્રાપ્ત થાય છે. વિ. સં. ૧૩૩૫માં આ જ રાજાના સમયમાં ચિત્તોડના ૮૪ મહોલ્લાઓમાં જલયાત્રા-પૂર્વક ૧૧ મંદિરોને ૧૧ છત્ર ચડાવ્યાનો તથા પ્રતિમાઓ પધરાવ્યાનો ઉલ્લેખ ખરતરગચ્છની પટ્ટાવલીમાંથી મળી આવે છે.
તંત્ર-ત્યાં રહેલા.
શ્રીકૃષમાદ્ય: બિનવા:-શ્રીઋષભ વગેરે જિનેશ્વરો.
વઃ -તમારું. માં-મંગલ, કલ્યાણ. ghong-$21.
(૩૩-૫) પ્રસિદ્ધ એવો અષ્ટાપદ પર્વત, ગજાગ્રપદ અથવા દશાર્ણકુટ પર્વત, સંમેતશિખર, શોભાવાળો ગિરનાર-પર્વત, પ્રસિદ્ધ મહિમાવાળો શત્રુંજયગિરિ, માંડવગઢ, વૈભારગિરિ, કનકાચલ(સુવર્ણગિરિ), શ્રીચિત્રકૂટ આદિ તીર્થો છે. ત્યાં રહેલા શ્રીઋષભ વગેરે જિનેશ્વરો તમારું કલ્યાણ કરો. (૬) સૂત્ર-પરિચય
ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરવાના હેતુથી અનેક સ્તવનસ્તોત્રોની રચના થયેલી છે, તેમાં આ સ્તોત્રનું સ્થાન ઘણું ઊંચું છે. સંસ્કૃત ભાષાની આ મનોહર પદ્ય-રચના તેની પ્રાસાદિક ભાષા, કલામય ઉત્પ્રેક્ષા અને હૃદયંગમ શૈલીથી પાઠકના મન પર ચિ૨-સ્થાયી અસર કરે છે.
વિક્રમની બારમી સદીમાં ગૂર્જર ભૂમિને પાવન કરતા કલિકાલ-સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યે પોતાની અપૂર્વ પ્રતિભાથી જે ચિરંજીવ સાહિત્યનું નિર્માણ કર્યું છે, તેમાં ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' મહાકાવ્યનો પણ સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org