Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સકલાહ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૨૧૫ શ્રીઆચારાંગ-નિર્યુક્તિમાં ગજાગ્રપદની ગણના પ્રસિદ્ધ તીર્થોમાં કરેલી છે. જુઓ સૂત્ર ૧૨-૫.
હાલ ગજપદ કે ગજાગ્રપદ તીર્થની શું સ્થિતિ છે, તે જાણી શકાયું નથી.
સમેતનામ-સંમેતશિખર નામનો પર્વત. શ્રીમાનું વત-શોભાવાળો ગિરનાર પર્વત. પ્રસિદ્ધ-મહિમા-પ્રસિદ્ધ મહિમાવાળો.
પ્રસિદ્ધ છે મદિન જેનો તે પ્રસિદ્ધ-દિમન. તેનું પ્રથમાનું એકવચન प्रसिद्ध महिमा.
શય:-શત્રુંજયગિરિ. માપ:-માંડવગઢ.
આ સ્થાન માલવદેશમાં-માળવામાં દરિયાની સપાટીથી ૨૦૭૯ ફીટ ઊંચે વિધ્યાચલ પર્વત ઉપર મહુની છાવણીથી ૩૦ માઈલ દૂર આવેલું છે. પેથડ મંત્રીના સમયમાં ત્યાં ૩૦૦ જેટલાં ભવ્ય જૈન મંદિરો હતાં, જે અપૂર્વ કલાકારીગરીથી સહ કોઈને પોતાની તરફ આકર્ષતાં હતાં. પરંતુ સં. ૧૩૬૬માં અલ્લાઉદ્દીનના સેનાપતિ મલિક કાફરે ધારનો કબજો લીધો, ત્યારથી તેની પડતી શરૂ થઈ અને આજે તો એક નાનકડા ગામડા તરીકે જ તે પોતાની હસ્તી જાળવી રહ્યું છે. ત્યાં એક જૈનમંદિર અને ધર્મશાળા છે, પ્રાચીન જૈન મંદિરોનાં અનેક ખંડેરો ઊભાં છે, તથા હિંડોળા મહેલ, ચંપાવાવડી વગેરે પુરાણાં સ્થાનો જોવા યોગ્ય છે. નજીકમાં તારાપુર નામના ગામમાં સુપાર્શ્વનાથજીનું મંદિર પણ દર્શનીય છે.*
વૈમર : --વૈભારગિરિ.
રાજગૃહી નગરી જે હાલ રાજગિર કહેવાય છે અને જયાં પટણાથી રેલવેમાં જવાય છે, તેની નજીકમાં આ ગિરિ આવેલો છે. શ્રમણ ભગવાનનું
* માંડવગઢની વધારે માહિતી માટે જાઓ “શ્રીમાંડવગઢની મહત્તા, લે. પં. મ.
શ્રી ધુરંધરવિજયજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org