________________
૨૧૪૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
अम्हारिसाणमिद्धी ? अहो ! कएल्लओऽणेण धम्मो, अहमवि करेमि, ताहे सो પવ્યયર્ ।''
“ત્યારે દશાર્ણપુરનું નામ એડકાક્ષ પડ્યું. ત્યાં ગજાગ્રપદ પર્વત છે. તેની ઉત્પત્તિ : તે દશાર્ણપુરમાં દશાર્ણભદ્ર નામનો રાજા હતો, તેને પાંચસો રાણીઓવાળું અંતઃપુર હતું તથા તે યૌવન અને રૂપથી આસક્ત હતો. તેથી ‘આવું બીજાને નથી' એમ માનતો હતો. તે કાલ અને તે સમયને વિશે શ્રમણ ભગવાન મહાવી૨નું દશાર્ણકુટ-પર્વત પર સમવસરણ થયું; એટલે તે વિચારવા લાગ્યો : ‘આવતી કાલે પ્રભુ મહાવીરને હું એવી રીતે વંદન કરીશ કે જેવું વંદન આજ પહેલાં કોઈએ કર્યું ન હોય.' દશાર્ણભદ્ર રાજાનો આ પ્રકારનો મનોરથ જાણીને શક્ર પણ ત્યાં આવ્યો. આ (બાજુ દશાર્ણભદ્ર રાજા) પણ મહાઋિદ્ધિ સાથે બહાર નીકળ્યો અને સર્વ ઋદ્ધિથી પ્રભુને વંદન કર્યું. શક્ર પણ ઐરાવણ પર સવાર થયો હતો. તે હાથીને આઠ દાંત વિધુર્યા હતા, તેના એકેક દાંત પર આઠ આઠ વાવો વિકુર્તી હતી, એકેક વાવમાં આઠ આઠ કમળો વિકુર્યાં હતાં, એકેક કમળમાં આઠ આઠ પત્રો વિકુર્યાં હતાં, અને દરેક પત્ર પર બત્રીસબદ્ધ નાટકો કરવા માંડ્યાં હતાં; આવી સર્વ ઋદ્ધિ સાથે તે ઐરાવણ પર સવાર થઈને આદક્ષિણ (ભગવાનની જમણી બાજુથી) પ્રદક્ષિણા કરવા લાગ્યો, ત્યારે તે હાથીનાં પગલાં દેવતાના પ્રભાવથી દશાર્ણકૂટ પર્વત પર ઊઠી આવ્યાં, તેથી તેનું નામ ગજાગ્રપદ (ક) પડ્યું. એ વખતે દશાર્ણભદ્ર રાજા તે ઋદ્ધિને જોઈને વિચાર કરવા લાગ્યો કે ‘આની આગળ અમારી ઋદ્ધિ શી વિસાતમાં ? અહો ! એણે પૂર્વે ધર્મ કર્યો હતો, હું પણ કરું.' પછી તે પ્રવ્રુજિત થયો.
,,
એડકાક્ષનો ઉલ્લેખ ‘એરકચ્છ’ તરીકે પાલિ-સાહિત્યમાં પણ આવે છે. આ નગર વચ્છગા-નદીને કિનારે આવેલું હતું અને ત્યાં આર્ય મહાગિરિ અનશન કરી સ્વર્ગે પધાર્યા હતા, તેવો ઉલ્લેખ જૈનશાસ્ત્રોમાંથી મળે છે. પુરાતત્ત્વવિદોના અભિપ્રાયથી આ સ્થાન ઝાંસી-જિલ્લાના મોઠ તહસીલનું એછા ગામ છે કે જે બેટવા નદીના જમણા કિનારે આવેલું છે.*
* Life in Ancient India' page 282.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org