Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૧૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ મહાવીર આ ગિરિ પર અનેક વાર વિચર્યા હતા. શ્રીગૌતમાદિ અગિયારે ગણધરોની તે નિર્વાણ-ભૂમિ છે. હાલમાં ત્યાં શ્રીગૌતમ-સ્વામી તથા ધન્નાશાલિભદ્રની દેહરીઓ નજરે પડે છે.
નવરત્ન : -સુવર્ણગિરિ.
આ તીર્થ સુવર્ણગિરિ કે સોનાગિરિના નામે ઓળખાય છે. તે વૈભારગિરિની નજીકમાં આવેલા બીજા ચાર ગિરિઓમાંનો એક છે. એ સિવાય મારવાડના જાલોર શહેરની નજીક આવેલો એક પહાડ પણ સુવર્ણગિરિ કે કનકાચલના નામથી ઓળખાય છે. આ પહાડ પર વિ. સં. ૧૩પમાં નાહડ રાજાએ “યક્ષ-વસતિ' નામનો મહાવીર-પ્રાસાદ બનાવ્યો હતો, તેવો ઉલ્લેખ શ્રીમેરૂતુંગાચાર્યે રચેલા વિચારશ્રેણિ નામક ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. સં. ૧૨૨૧માં મહારાજા કુમારપાળે ત્યાં “કુમાર-વિહારનામનો જિન-પ્રાસાદ બંધાવ્યો હતો, જે સં. ૧૩૬૮માં અલ્લાઉદ્દીન ખીલજીના હાથે ખંડિત થયો હતો. પાછળથી તેનો ઉદ્ધાર મંત્રી જયમલજી મુહુણોતે સં. ૧૬૮૧-૮૩માં અને ૧૬૮૬માં કરાવ્યો હતો તથા અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી હતી. તે મંદિર અને મૂર્તિઓ આજે વિદ્યમાન છે. ઉપા. શ્રીવિનયવિજયજી મ.-કૃત ઇન્દુદૂત(ખંડકાવ્ય)માં શ્રીપાર્શ્વચેત્ય અને શ્રીવીરચૈત્યનું સુંદર કાવ્યમય ભાષામાં વર્ણન છે.
સર્વવરિ? –આબૂગિરિ.
અરવલ્લી-પર્વતની હારમાળામાંનો આબૂ પહાડ તે જ આબુંગિરિ. તેના પરનાં દેલવાડા ગામમાં વિમલ-વસહિકા, લૂણસીહ-વસહિકા આદિ કલા-કારીગરીથી ભરપૂર અને બીજાં પણ અપૂર્વ જિનમંદિરો આવેલાં છે.* આ ગિરિ પર આબૂ રોડ સ્ટેશનથી મોટરમાર્ગે જવાય છે.
શ્રીવિત્રવ્યઃ (-વિવાદ) શ્રીચિત્રકૂટ વગેરે તીર્થો.
રાજસ્થાનના ઉદેપુર વિભાગમાં આવેલો ચિત્તોડનો કિલ્લો ચિત્રકૂટના નામથી ઓળખાય છે. એક કાળે આખા મેવાડમાં જૈનોનું અપૂર્વ પ્રભુત્વ હતું.
* આ સંબંધમાં વિશેષ જિજ્ઞાસુએ સ્વ. મુનિરાજ શ્રીજયંતવિજયજીના રચેલા “આબૂ
ભાગ ૧ થી ૫ જોવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org