________________
૮૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ હે જીવ-સમૂહ ! તમે સર્વે ખમત-ખામણાં કરીને મારા પર ક્ષમા કરો. હું સિદ્ધોની સાક્ષીએ આલોચના કરું છું કે મારે કોઈ પણ જીવ સાથે વૈરભાવ નથી. ૧૫.
સર્વે જીવો કર્મ-વશ હોઈને ચૌદ રાજલોકમાં ભ્રમણ કરે છે, તે સર્વેને મેં ખમાવ્યા છે, તેઓ મને પણ ક્ષમા કરો. ૧૬.
મેં જે કાંઈ પાપ મન, વચન અને કાયાથી બાંધ્યું હોય તે મિથ્યા થાઓ. ૧૭.
(૬) સૂત્ર-પરિચય સાયંકાલનું ષડાવશ્યકમય પ્રતિક્રમણ થઈ ગયા પછી રાત્રિનો પ્રથમ પ્રહર પોરિસી સાધુ તથા પોષધવ્રતધારી શ્રાવકોએ-(પોસાતીઓએ) પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં ગાળવાનો હોય છે. આ સ્વાધ્યાયની ક્રિયા (સૂત્રપોરિસી) પૂરી થયા પછી સૂવાનો સમય થાય છે, જેને “સંથારાપોરિસી' એટલે “સૂવા માટેનો પ્રહર' કહેવામાં આવે છે. આ વખતે સૂતાં પહેલાં જે સૂત્ર બોલવામાં આવે છે, તેને પણ ઉપચારથી સંથારા-પોરિસી-“સંતાર-પૌરુષી' કહેવામાં આવે છે.
સૂતી વખતે મુમુક્ષ આત્માઓની ભાવના અથવા અધ્યવસાયો કેવા હોવા જોઈએ, તેનું સુંદર અને સ્પષ્ટ નિરૂપણ આ સૂત્ર વડે કરવામાં આવ્યું છે. તેનો પ્રારંભ નિતીદિ, નિતીદિ નિરીરિ એવા સાંકેતિક શબ્દો વડે થાય છે, જે પૂર્વપૌરુષીમાં શરૂ કરેલી સ્વાધ્યાય-ક્રિયાની પૂર્ણાહુતિ સૂચવે છે અને મનમાં કોઈ પણ પ્રકારનો વિષય કે વિકાર પેદા થયો હોય તો તેનો પણ નિષેધ સૂચવે છે. આવા નિષેધથી ભાવનમસ્કારની યોગ્યતા ઉત્પન્ન થાય છે અને તે યોગ્યતાપૂર્વક સામાન્યતયા સર્વ ક્ષમાશ્રમણોને તથા વિશેષતયા ગૌતમાદિ મહામુનિઓને નમસ્કાર કરવામાં આવે છે કે જેમનું જીવન પ્રત્યેક મુમુક્ષુ માટે માર્ગદર્શક અને અનુકરણીય છે.
આ રીતે નમસ્કાર-પૂર્વકનું મંગલાચરણ ત્રણ વાર કર્યા પછી વર્તમાન સામાચારી પ્રમાણે નમુક્ષારો-નવકારમંત્ર તથા સામાસુત્ત “કરેમિ ભંતે' સૂત્ર ત્રણ-ત્રણ વાર બોલીને પછીનો પાઠ કહેવામાં આવે છે. તેમાં મુમુક્ષુ આત્મા જણાવે છે કે “હે જયેષ્ઠ આર્યો ! હે ઉત્તમ ગુણરત્નોથી વિભૂષિત પરમગુરુઓ! “વહુપડપુત્રી પરિણી' પ્રથમ પોરિસી સારી રીતે પૂર્ણ થઈ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org