________________
ક્ષેત્રદેવતાની સ્તુતિ ૦૧૬૯
સા-તે. ક્ષેત્રવતી-ક્ષેત્રની અધિષ્ઠાયિકા દેવી. નિત્ય-સદા. ન:-અમને. સુદ્દાયિની-સુખ આપનારી. મૂત્થાઓ.
(૫) અર્થ-સંકલના ક્ષેત્રદેવતાના આરાધન-નિમિત્તે કાયોત્સર્ગ કરું છું. સિવાય કે—
જેના ક્ષેત્રનો આશ્રય લઈને સાધુઓ મોક્ષમાર્ગની આરાધના કરે છે, તે ક્ષેત્રદેવતા અમને સદા સુખ આપનારી થાઓ.
(૬) સૂત્ર-પરિચય મોક્ષમાર્ગની સાધનામાં ક્ષેત્ર પણ ઉપકારક છે. જો ક્ષેત્ર ન હોય તો મોક્ષમાર્ગની સાધના ક્યાં રહીને કરાય? તેમાં પણ જે ક્ષેત્રો નિરુપદ્રવી હોય છે, ત્યાં મોક્ષમાર્ગની સાધના વધારે ત્વરાથી અને વધારે સરલતાથી થઈ શકે છે. ક્ષેત્રને નિરુપદ્રવી રાખવાનું કામ ક્ષેત્રદેવતાનું છે, એટલે મુમુક્ષ આત્માઓ પાક્ષિકાદિ પ્રતિક્રમણ-પ્રસંગે તેની આરાધના નિમિત્તે કાયોત્સર્ગ કરે છે અને તે પૂર્ણ થયા પછી સ્તુતિ કરતાં જણાવે છે કે “જેના ક્ષેત્રનો આશ્રય લઈને સાધુમહાત્માઓ મોક્ષમાર્ગની આરાધના કરી શકે છે, તે ક્ષેત્રદેવતા “અમને સદા સુખ આપનારાં થાઓ. અહીં “અમને' શબ્દથી સકલ સંઘનું સૂચન છે.
(૭) પ્રકીર્ણક આ સૂત્ર પ્રાચીન પ્રાકૃત ગાથા પરથી સંસ્કૃતમાં રચાયેલું હોય તેમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org