Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સકલાઈ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦ ૨૦૩
કરનારા થાઓ.
(૨૪-૪) સ્વર્તિ-પોતાને ઉચિત, પોતાની કક્ષાને યોગ્ય.
ને વત તે વિત. સ્વ-પોતાની જાત, પોતાની કક્ષા. વતયોગ્ય.
-કૃત્ય. કુરુવંતિ-કરી રહેલા.
મ-કમઠ ઉપર.
કમઠ નામનો તપસ્વી પ્રભુ પાર્શ્વનાથથી પરાભવ પામીને તપશ્ચર્યાના બળે મેઘકુમાર-જાતિના ભવનપતિ-દેવોમાં મેઘમાળી નામનો દેવ થયો હતો અને તેણે પૂર્વભવનું વેર વાળવા કાયોત્સર્ગથ્થાને ઊભેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુ પર ખૂબ વરસાદ વરસાવી તેમને પાણીનાં પૂરમાં ડુબાડવાનો પ્રયત્ન કર્યો હતો, તે કમઠ,
થર -ધરણેન્દ્ર ઉપર.
કમઠ તપસ્વી સાથે ધર્મ અને અહિંસા સંબંધી વિવાદ થતાં શ્રી પાર્શ્વકુમારે તેનાં પંચાગ્નિ-કાષ્ઠમાંથી એક કાષ્ઠ ખેંચી કાઢ્યું હતું અને તે પોતાના માણસો પાસે ફડાવતાં તેમાંથી એક દાઝી ગયેલો નાગ નીકળ્યો હતો. આ નાગ શ્રી પાર્શ્વકુમારે નિયુક્ત કરેલા મનુષ્યના મુખેથી નમસ્કાર મંત્ર સાંભળીને તત્કાલ મૃત્યુ પામ્યો હતો અને ભવનપતિ દેવોની નાગકુમારનિકામાં ધરણ નામે નાગરાજ થયો હતો. તેણે કમઠાસુરે કરેલા ઉપસર્ગ વખતે લાંબા નાળચાવાળું એક સુવર્ણકમલ વિકુવ્યું હતું અને તેના પર પ્રભુને ધારણ કર્યા હતા, તથા તેમનો પૃષ્ઠભાગ અને બંને પડખાં ઢાંકીને મસ્તક ઉપર સાત ફણા વડે છત્ર ધર્યું હતું, તે ધરણેન્દ્ર.
ત્ર-અને. તુચ-નો-વૃતિઃ -સમાન ભાવ રાખનારા.
તુલ્ય છે મનોવૃત્તિ જેની તે તુચ-મનોવૃત્તિ. તુલ્ય-સમાન. મનોવૃત્તિ - ભાવ, સમાન ભાવ રાખનારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org