Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૯૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
(૧૯-૫) અતુ-હો. કોને ? વ -તમને. શા માટે ? - આત્મલક્ષ્મી માટે. કોણ ? શ્રીબ્યુનાથ: માવાન શ્રી કુંથુનાથ ભગવાનું. કેવા છે કુંથુનાથ ભગવાન્ ? અતિશયદ્ધિમિ: નાથ -અતિશય-રૂપી ઋદ્ધિ વડે યુક્ત તથા સુરાસુર-નૃનાથાનામ્ નાથ:-સુર, અસુર અને મનુષ્યોના સ્વામીના એકમાત્ર સ્વામી.
(૧૯-૬) અતિશયોની ઋદ્ધિથી યુક્ત અને સુર, અસુર તથા મનુષ્યોના સ્વામીઓના અનન્ય સ્વામી એવા શ્રી કુંથુનાથ ભગવાન્ તમને આત્મ-લક્ષ્મી માટે હો.
(૨૦-૪) ચતુર્થી-નમો-રવિડ - ચોથા આરારૂપી ગગન-મંડળમાં સૂર્યસમાન.
વાર્થ એવો સર તે વસ્તુથર તે રૂપ નમ, તે વતથનમ:, તેમાં રવિસમાન તે વતુર્થ-નમો-વિડ વતુર્થ-ચોથે. મર-આરો. નમ-આકાશ, ગગનમંડળ. રવિ-સૂર્ય.
કાલ-ચક્રના બે વિભાગ છે : (૧) અવસર્પિણી કાલ એટલે રસકસમાં ક્રમશઃ ઊતરતો કાલ અને (૨) ઉત્સર્પિણી કાલ એટલે રસ-કસમાં ક્રમશઃ ચડતો કાલ. આ બંને કાલના પણ છ છ ભાગ છે, જેને આરા કહેવામાં આવે છે. અવસર્પિણી કાલનો પહેલો આરો સુષમ-સુષમા કહેવાય છે, જે ચાર કોટાકોટિ સાગરોપમ વર્ષોનો છે; બીજો આરો સુષમ કહેવાય છે, જે ત્રણ કોટાકોટિ સાગરોપમ વર્ષોનો છે; ત્રીજો આરો સુષમ-દુઃષમા કહેવાય છે, જે બે કોટાકોટિ સાગરોપમનો છે; ચોથો આરો દુઃષમ-સુષમા કહેવાય છે, જે બેતાળીસ હજાર વર્ષ-ન્યૂન એક કોટાકોટિ સાગરોપમનો છે; પાંચમો આરો દુઃષમા કહેવાય છે, જે એકવીસ હજાર વર્ષનો છે; અને છઠ્ઠો આરો દુઃષમદુઃષમા કહેવાય છે, જે એકવીસ હજાર વર્ષનો છે. ઉત્સર્પિણીમાં આ ક્રમ બરાબર ઊલટો હોય છે; એટલે કે પહેલો દુઃષમ-દુઃષમા, બીજો દુઃષમા, ત્રીજો દુઃષમ-સુષમા, ચોથો સુષમ-દુઃષમા, પાંચમો સુષમા અને છઠ્ઠો સુષમસુષમા હોય છે. તેનું માપ ઉપર જણાવ્યા પ્રમાણે જ હોય છે. આ રીતે કુલ વીસ કોટાકોટિ સાગરોપમ વર્ષોનું એક કાલચક્ર' ગણાય છે. અહીં ચોથા આરાનો જે નિર્દેશ કરવામાં આવ્યો છે, તે વર્તમાન અવસર્પિણી કાળના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org