Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પચ્ચક્ખાણનાં સૂત્રો ૦ ૧૩૯
૪. તીરિઅ (તીરિત)-પ્રત્યાખ્યાનનો સમય પૂરો થવા છતાં ધૈર્ય રાખીને થોડો સમય વધારે ગયા પછી વાપર્યું હોય તે તીરિત.
૫. કિટ્ટિઅ (કીર્તિત)-ભોજન સમયે ભૂલ ન થાય માટે પચ્ચક્ખાણને પુનઃ યાદ કરીને પછી વાપર્યું હોય તે કીર્તિત.
૬. આરાહિએ (આરાધિત)-એ પાંચેય ઉપર્યુક્ત શુદ્ધિપૂર્વક પચ્ચક્ખાણનું પાલન કર્યું હોય તે આરાધિત કહેવાય છે-એ સ્પર્શનાદિ શુદ્ધિવાળું પચ્ચક્ખાણ ઉત્તમ ફળ આપે છે.
પ્રત્યાખ્યાનથી મનની મક્કમતા કેળવાય છે, ત્યાગની તાલીમ મળે છે, ચારિત્રગુણની ધારણા થાય છે, આસવનો નિરોધ થાય છે, તૃષ્ણાનો છેદ થાય છે, અતુલ ઉપશમગુણની પ્રાપ્તિ થાય છે અને અનુક્રમે સર્વસંવરની સિદ્ધિ થતાં અણાહારી-મોક્ષપદની પ્રાપ્તિ થાય છે, તેથી તેની યથાશક્તિ આરાધના પ્રત્યેક મુમુક્ષુને આવશ્યક છે.
આવ. નિર્યુક્તિમાં પચ્ચક્ખાણનું ફળ અનંતર અને પરંપર એમ બે પ્રકારે કહ્યું છે.
पच्चक्खाणंमि कए आसवदाराई हुंति पिहिआई । आसवदारप्पिण, तण्हावुच्छेअणं होई ॥१५९४ ॥ तण्हावुच्छेएण य, अउलोवसमो भवे मणुस्साणं । अउलोवसमेण पुणो, पच्चक्खाणं हवइ सुद्धं ॥ १५९५ ॥ तत्तो चरित्तधम्मो, कम्मविवेगो अपुव्वंकरणं च । तत्तो केवलनाणं, सासयसोक्खो तओ मोक्खो ॥१५९६ ॥ ભાવાર્થ-પચ્ચક્ખાણથી કર્મ આવવાનાં દ્વારો (નિમિત્તો) બંધ થાય છે, તેથી તૃષ્ણાનો છેદ થાય છે, તૃષ્ણાછેદથી મનુષ્યોને અતુલ ઉપશમ પ્રગટે છે, તેથી તેનું પચ્ચક્ખાણ શુદ્ધ થાય છે, શુદ્ધ પચ્ચક્ખાણથી (૧) ચારિત્રધર્મ નિશ્ચયથી પ્રગટે છે. (૨) જૂનાં કર્મોનો વિવેક-(નિર્જરા) થાય છે. (૩) અપૂર્વકરણ* ગુણ પ્રગટે છે. તેથી કેવલજ્ઞાન થાય છે અને કેવલજ્ઞાનથી
* ‘અપૂર્વકરણ' એટલે આઠમા ગુણસ્થાન કરાતી પરંતુ પહેલાં નહીં કરેલી, પાંચ કર્મધાતક ક્રિયાઓ-અધ્યવસાયો.
-ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧. પૃ. ૫૩૩ પાદનોંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org