Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સ્નાતસ્યા સ્તુતિ૦૧૬૩
બાર અંગોવાળું, અતિવિશાલ અને અભુત રચનાશૈલીવાળું છે તથા ઘણા અર્થોથી યુક્ત છે. પછી તેનો પ્રભાવ વર્ણવતાં જણાવ્યું છે કે મહાન મુનિવરો એ શ્રુતની યથાર્થ ધારણા કરે છે, કારણ કે તે મોક્ષ-મંદિરના દરવાજારૂપ છે, વ્રત અને ચારિત્રની સ્થિરતા કરનારું છે, જાણવા યોગ્ય સર્વ પદાર્થોને જણાવનારું છે અને સર્વ લોકના અપ્રતિમ સાર-રૂપ છે; તેથી હું ભક્તિ-પૂર્વક સદા તેનો આશ્રય કરું છું.
ચોથા શ્લોકમાં શ્રીવર્ધ્વમાનજિનના શાસનનું-સંઘનું વૈયાવૃત્ય કરનાર દેવ તરીકે સર્વાનુભૂતિ યક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. તે સર્વાનુભૂતિ યક્ષ સર્વ મનોરથોને પૂર્ણ કરનારો છે. ઇચ્છિત રૂપોને ધારણ કરનારો છે. ગગનમાં વિચરનારો છે, અને દિવ્ય-હાથી પર આરૂઢ થયેલો છે કે જે(હાથી)નો રંગ નિરભ્ર આકાશ જેવો નીલ છે, જેની આંખો મદાલસામદ વડે આળસુ છે, જેના દાંતો બાલચંદ્ર જેવા અર્ધવર્તુલ છે, જે ઘણા ઘંટો વડે શણગારાયેલો હોવાથી તેના સતત નાદ વડે કંઈક મત્ત છે અને મદમાતો હોવાથી મદની સુગંધને સઘળી દિશાઓમાં લાવે છે. આવો સર્વાનુભૂતિ યક્ષ મને સર્વ-કાર્યમાં સદા સિદ્ધિ આપો.
આ રીતે આ સ્તુતિમાં વિશિષ્ટ જિન, સામાન્ય જિન, જિનાગમ અને વૈયાવૃત્યકર શાસનદેવની આલંકારિક ભાષામાં સ્તુતિ કરવામાં આવી છે.
સર્વાનુભૂતિ યક્ષનો વિશેષ પરિચય પ્રાપ્ત થતી નથી, પરંતુ શ્રીવર્ધ્વમાન જિનનો માતંગ નામનો યક્ષ જ આ સર્વાનુભૂતિ હોય તેમ સંભવે છે, કારણ કે તેનું વાહન હાથી અને સર્વ યક્ષોની જેમ તે કામદ, કામરૂપી અને ગગનચારી પણ છે.
આ સ્તુતિ પર શ્રીવિવેકહર્ષગણિએ તથા શ્રીગુણવિનયગણિએ ટીકાઓ રચેલી છે, તથા બીજી પણ નાની-મોટી અવસૂરિઓ રચાયેલી છે.
(૭) પ્રકીર્ણક આ સ્તુતિ તેના ચતુર્થ શ્લોકમાં આવતા બાલચંદ્ર પદ પરથી શ્રીબાલચંદ્રસૂરિએ બનાવી હોય તેમ જણાય છે. સંપ્રદાય (કિંવદન્તી) પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org