Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૬૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩
ભરેલા ક્ષીરસાગરનાં જળથી પ્રચંડ જળધારાઓ બંધ થવા છતાં પ્રભુના મુખ પર પૂર્વવત્ અલૌકિક રૂપ-છટા નૃત્ય કરી રહી છે, તે જોઈ ઇંદ્રાણી વિસ્મય પામે છે કે “આ શું?' અને એ વિસ્મયમાં પ્રતિક્ષણે વધારો થતાં અભુતરસની જમાવટ થાય છે, જેના પરિણામે ઇંદ્રાણીનાં નેત્રો ચંચળ બને છે તથા “આ તો ક્ષીરસાગરનું થોડું જળ રહી જવાથી તે ઉજ્જવળ દેખાય છે' એવો ભ્રાંત નિર્ણય કરી પ્રભુના મુખને વારંવાર લૂછે છે, પણ એ ઉજ્જવળતા પ્રભુનાં નેત્રોમાંથી પ્રકટી રહેલી શ્વેત-સાત્ત્વિક પ્રભાની હતી, એટલે તે ઉજ્જવળતા કાયમ રહે છે. આમ કવિએ પ્રભુના મુખ પર ફરકી રહેલા પ્રકાશ-પુંજને ક્ષીરસાગરનાં જળ કરતાં પણ અધિક ઉજ્જવળ કહ્યો છે અને એ રીતે તેમની અપૂર્વ સ્તુતિ કરી છે.
બીજા શ્લોકમાં પણ અહિતોનું દેવાધિદેવપણું દર્શાવવાને મેરુપર્વત પર થતો સ્નાત્રાભિષેકનો પ્રસંગ જ પસંદ કર્યો છે અને તેમાં જણાવ્યું છે કે આ અભિષેક સર્વ જાતિના સુરેન્દ્ર અને અસુરેન્દ્ર વડે ક્ષીરસાગરના જળથી થાય છે. અહીં સ્તુતિકારે ક્ષીરસાગરનું જળ કેવું હોય છે, એ દર્શાવતાં સૂચક નિર્દેશ દ્વારા જણાવી દીધું છે કે ક્ષીરસાગરમાં ઘણા હંસો હોય છે, તે હંસો નિરંતર ક્રીડા કરતા હોય છે અને તે ક્રીડા દરમિયાન પાંખોનો ફફડાટ થાય છે, તેથી તે જળ કમળની સુવાસવાળું તથા રંગે પીળું હોય છે, તેથી તે જળ કમળની સુવાસવાળું તથા રંગે પીળું હોય છે, અને આભિયોગિક દેવતાઓએ તૈયાર કરેલા સુવર્ણના કલશોમાં ભરવામાં આવે છે કે જેનો આકાર અપ્સરાઓના સ્તન-સમૂહ જેવો અતિસુંદર હોય છે; એટલે ઉત્તમ દેવો ઉત્તમ પ્રકારનું જળ, ઉત્તમ પાત્રમાં ભરીને, ઉત્તમોત્તમ એવા શ્રીજિનેશ્વરદેવની ઉત્તમ સ્નાત્ર-ક્રિયામાં ઉત્તમ ભક્તિભાવથી વાપરે છે. આમ જેમનાં નિમિત્તે ઉત્તમતાનું અનેરું વાતાવરણ સર્જાય છે, તે સર્વ જિનેશ્વરદેવોનાં ચરણોને બીજી સ્તુતિમાં વંદના કરવામાં આવી છે. - ત્રીજા શ્લોકમાં શ્રુત અથવા આગમનું સુંદર શૈલીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ તેની રચના-સંબંધી નિર્દેશ કરતાં જણાવ્યું છે કે આ શ્રુતજ્ઞાન અર્થથી શ્રીજિનેશ્વરોનાં મુખમાંથી પ્રકટ થયેલું છે અને સૂત્રરૂપે ગણધરો દ્વારા રચાયેલું છે. પછી તેનાં અંગોનું વર્ણન કરતાં જણાવ્યું છે કે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org