Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩
આ બાલચંદ્રસૂરિ શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા અને પાછળથી ગુરુ સાથે વિરોધ થતાં જુદા પડ્યા હતા, તેથી તેમણે બનાવેલી સ્તુતિનો સ્વીકાર સંઘ તરફથી થયો ન હતો; પરંતુ કાલધર્મ પામ્યા બાદ તેઓ વ્યતરજાતિના દેવ થયા હતા અને શ્રીસંઘને ઉપદ્રવ કરવા માંડ્યો હતો, ત્યારે શ્રીસંઘે દ્રવ્ય ક્ષેત્ર-કાલ-ભાવનો વિચાર કરી આ સ્તુતિનો સ્વીકાર કર્યો હતો અને ત્યારથી તે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ-પ્રસંગે બોલાય છે. તેરમી સદીમાં એક બીજા પણ બાલચંદ્રસૂરિ થયા છે કે જેઓ અનેક મહાકાવ્ય-પ્રબંધોના કર્તા અને સમર્થ કવિ હતા તથા મહામંત્રી વસ્તુપાલના માનીતા હતા. તેમની કૃતિઓમાં કોઈ કોઈ સ્થળે પોતાના નામ-નિર્દેશ તરીકે વાભેન્દુ એવો પ્રયોગ મળે છે; જેમકે
गौरी रागवती त्वयि त्वयि वृषो बद्धादरस्त्वं युतो, भूत्या त्वं च लसद्गुणः शुभगुणः किं वा बहु ब्रूमहे ? । श्रीमन्त्रीश्वर ! नूनमीश्वरकलायुक्तस्य ते युज्यते, વાસ્નેનું વિમુખ્ય વયિતું વત્તોડપ : પ્રભુ ? || તેથી આ સ્તુતિનું કર્તૃત્વ કયા બાલચંદ્રસૂરિનું છે તે વિચારણીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org