Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સ્નાતસ્યા સ્તુતિ-૧૬૧ વાદળ-રહિત આકાશની નીલ-પ્રભાને ધારણ કરનારો, આળસથી મંદ થયેલી [મદભર દષ્ટિવાળો, બીજના ચંદ્રમા જેવાં વાંકા દદૂશળવાળો, ડોક વગેરેમાં બાંધેલી ઘંટાઓના સતત નાદથી મત્ત થયેલો, પ્રગ્નવેલા મદજળને ચારે બાજુ ફેલાવતો એવો જે દિવ્ય હાથી તેના પર આરૂઢ થયેલો, સર્વ મન કામનાઓને પૂર્ણ કરનારો, ઇચ્છિત રૂપને ધારણ કરનારો અને આકાશમાં વિચરનારો સર્વાનુભૂતિ યક્ષ મને સદા સર્વ કાર્યોમાં સિદ્ધિ આપો. ૪.
(૬) સૂત્ર-પરિચય કાયોત્સર્ગ પછી બોલાતી કલ્યાણકંદ” અને “સંસારદાવાનલ-' વગેરે સ્તુતિમાં વિષયનો જેવો ક્રમ હોય છે,* તેવો જ ક્રમ આ સ્તુતિમાં છે; એટલે કે તેના પહેલા શ્લોકમાં વિશિષ્ટ જિનેશ્વરની સ્તુતિ છે. બીજા શ્લોકમાં સર્વ જિનેશ્વરની સ્તુતિ છે, ત્રીજા શ્લોકમાં શ્રતની સ્તુતિ છે અને ચોથા શ્લોકમાં વૈયાવૃજ્યકર દેવની સ્તુતિ છે.
સ્તુતિઓની રચના-સંબંધમાં એવો ક્રમ જોવામાં આવે છે કે પહેલી સ્તુતિમાં જેટલા અક્ષરો હોય તેટલા જ અક્ષરો પછીની સ્તુતિઓમાં પણ હોય અથવા તે કરતાં અનુક્રમે વધારે હોય. પણ ઓછા ન જ હોય. એ ક્રમનું પણ અહીં પાલન થયેલું જોવાય છે; એટલે તેનાં પહેલાં બે કાવ્યો શાર્દૂલવિક્રીડિતછંદમાં અને પછીનાં બે કાવ્યો સ્રગ્ધરા-છંદમાં છે કે જેના પ્રત્યેક ચરણના અક્ષરોની સંખ્યા અનુક્રમે ઓગણીસ અને એકવીસની છે.
આ સ્તુતિની વિશેષતા એ છે કે તે સંસ્કૃત-સાહિત્યની અલંકાર અને વર્ણન-પદ્ધતિથી વિભૂષિત થયેલી છે.
પહેલા શ્લોકમાં શ્રી મહાવીરપ્રભુની મુખમુદ્રા પરમ પ્રભાથી વિભૂષિત હતી, એ વાત કહેવાને કવિએ મેરુ-શિખર પર થતો જિનવરોના અભિષેકનો પ્રસંગ પસંદ કર્યો છે અને તેમાં પણ ક્ષીરસાગરનાં જળથી સ્નાત્ર કરવામાં આવે છે, તે ઘટનાને યાદ કરી છે. ઇદ્રો અને ઇંદ્રાણીઓ ટોળે મળીને સુવર્ણ વગેરે આઠ જાતિના બનેલા કળશો વડે જિનેશ્વરને અભિષેક કરી રહ્યા છે અને તેમનું અપ્રતિમ રૂપ જોઈને હર્ષાવેશ અનુભવે છે, પરંતુ એ સુશોભિત કળશોમાં
* ક્રમ માટે જુઓ-પ્રબોધટીકા, ભા. ૧ (ચોથી આવૃત્તિ) પૃ. ૪૮૩ પ્ર.-૩-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org