Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સ્નાતસ્યા સ્તુતિ ૧૫૧ (૧) મંદર, (૨) મેરુ, (૩) મનોરમ, (૪) સુદર્શન, (૫) સ્વયંપ્રભ, (૬) ગિરિરાજ, (૭) રત્નોચ્ચય, (૮) શિલોચ્ચય, (૯) લોક મધ્ય, (૧૦) લોક-નાભિ (૧૧) અચ્છ, (૧૨) સૂર્યાવર્ત, (૧૩) સૂર્યાવરણ, (૧૪) ઉત્તમ, (૧૫) દિશાદિ અને (૧૬) અવતંસક.
પલ્યોપમના આયુષ્યવાળા મંદદેવના નિવાસને લીધે તે મંદર કહેવાય છે.
રીત-રત્નની મુખ્યતાવાળો શૈલ. તે નામનો મેરુ પર્વતનો એક ભાગ.
શિર-શિખર ઉપર.
મંદર પર્વતના ત્રણ કાંડો છે. તેમાં પહેલો કાંડ સહસ્ર યોજનનો છે, જે માટી, પથ્થર, વજ અને રેતીનો બનેલો છે; બીજો કાંડ તેસઠ હજાર યોજનનો છે, જે અંક રત્ન, સ્ફટિકરત્ન. સુવર્ણ અને રૂપાનો બનેલો છે; અને ત્રીજો કાંડ છત્રીસ હજાર યોજનાનો છે, જે રક્તસુવર્ણનો બનેલો છે. આ ત્રીજા કાંડમાં પંડક નામનું વન આવેલું છે. તેની મધ્યમાં ચાળીસ યોજનની એક શૈલશિખા આવેલી છે જે મંદર-ચૂલિકા કહેવાય છે. આ આખી ચૂલિકા વૈડૂર્યરત્નની બનેલી હોવાથી રત્નશૈલ કહેવાય છે. તેના ઉપર એક સિંહાસન છે; જ્યાં ઇંદ્ર બેસીને શ્રીજિનેશ્વર દેવને ખોળામાં લે છે અને પછી તેમનો સ્નાત્ર-અભિષેક કરે છે.
-સર્વ વડે.
સર્વ વિશેષણ અહીં દેવની સર્વ નિકાયો માટે સમજવાનું છે. તે ચાર જાતની છે : (૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક અને (૪) વૈમાનિક.
સર્વસુરાસુરેશ્વરના બધા સુરેન્દ્રો અને અસુરેન્દ્રોના પરિવારો વડે.
સર્વ એવા સુરાપુરેશ્વર તે સર્વપુરા,રેશ્વર, તેના મુળ તે સર્વસુરાસુરેશ્વરTM. સર્વ-બધા. સુર અને અસુર તે સુરાપુર. તેના થર તે સુરસુરેશ્વર. સુર-વૈમાનિક અને જ્યોતિષ્ક દેવો. અસુર-ભવનપતિ અને વ્યંતર દેવો. શ્વર-સ્વામી ઇંદ્ર. T-પરિવાર. એટલે બધા સુરેન્દ્રો અને અસુરેન્દ્રોના પરિવારો વડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org