Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩
ચારે આહારનો ત્યાગ કરનાર ચઉવિહારનું, પાણી સિવાય ત્રણ આહારનો ત્યાગ કરનાર તિવિહારનું, અશન તથા ખાદિમ એ બે આહારનો ત્યાગ કરનાર દુવિહારનું અને સવારે ચૌદ નિયમો ધાર્યા હોય તે વધારે સંક્ષેપ કરવા દેશાવકાશિકનું પ્રત્યાખ્યાન કરે છે. આ બધાં પ્રત્યાખ્યાનોમાં પાણહારની જેમ ચાર આગારોની જ છૂટ હોય છે.
છ શુદ્ધિપૂર્વક થયેલું પ્રત્યાખ્યાન વિશેષ ફળ આપે છે. તે નીચે પ્રમાણે છે :
फासिअ पालिअं चेव, सोहिअं तीरिअं तहा । किट्टिअ माराहि चेव, एरिसंमि जइअव्वं ॥२१२॥ उचिए काले विहिणा, पत्तं जं फासि तयं भणिअं । तह पालिअं च असई, सम्म उवओगपडिअरिअं ॥२१३॥ गुरुदत्तसेसभोअण-सेवणाए अ सोहिअं (जाण । पुण्णे वि थेवकाला-वत्थाणा तीरिअं होई ॥२१४॥ भोअणकाले अमुगं, पच्चक्खाणंति सरइ किट्टिअयं । आराहिअं) पयारेहिं, सम्ममेएहिं पडिअरिअं ॥२१५॥
-wવ. સારો ભાવાર્થ-(૧) સ્પર્શિત, (૨) પાલિત, (૩) શોધિત, (૪) તીરિત, (૫) કીર્તિત અને (૬) આરાધિત-એ છ શુદ્ધિ કહેલી છે. એવા શુદ્ધ પચ્ચકખાણ માટે ઉદ્યમ કરવો. ૧. ફાસિઅ (સ્પર્શિત)-ઉચિત-કાલે વિધિપૂર્વક પ્રત્યાખ્યાન પ્રાપ્ત કર્યું હોય તે
સ્પર્શિત. ૨. પાલિઆ (પાલિત)-કરેલા પ્રત્યાખ્યાનનો હેતુ વારંવાર ખ્યાલમાં રાખી તે
પ્રમાણે વર્તન થયું હોય તે પાલિત. ૩. સોહિએ (શોધિત)-પોતે લાવેલા (પોતાને અંગેના) આહારમાંથી ગુરુ
આદિને (ભક્તિ નિમિત્તે) આપીને વધે તેટલું જ વાપરીને નિર્વાહ કર્યો હોય તે શોધિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org