Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૩૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આયંબિલનું પ્રત્યાખ્યાન દરેક રીતે એગાસણાદિના પ્રત્યાખ્યાન જેવું છે, માત્ર તેમાં વિકૃતિનો ત્યાગ ફરજિયાત છે અને તેના (વિકૃતિના) નવા આગારો પૈકી પ્રતીત્ય-પ્રક્ષિત સિવાય આઠ આગારોની છૂટ રાખવામાં આવે છે. આ પ્રત્યાખ્યાન રસનેંદ્રિય પર કાબૂ મેળવવાનો અમોઘ ઉપાય છે. શ્રી નવપદજીની ચૂત્ર તથા આસોની ઓળીમાં આ આયંબિલ તપની વિશિષ્ટ વિધિપૂર્વક આરાધના થાય છે. તથા તે આયંબિલ તપની વધારે આરાધના વદ્ધમાન તપની ઓળી દ્વારા થાય છે.
આ પ્રત્યાખ્યાનમાં સાંજે પાણહારનું પ્રત્યાખ્યાન કરવાનું આવશ્યક છે.
ઉપવાસનું પ્રત્યાખ્યાન બે પ્રકારે લેવાય છે : એક તિવિહાર ઉપવાસનું અને બીજું ચઉવિહાર ઉપવાસનું તેમાં તિવિહાર ઉપવાસ એક કરતાં વધારે કરવો હોય તો અમ્ભટ્ટની જગાએ છઠ્ઠભત્ત, અઠ્ઠમભત્ત વગેરે શબ્દો બોલવામાં આવે છે. આ પ્રત્યાખ્યાનમાં પાણી સિવાય ત્રણે આહારનો ત્યાગ કરવામાં આવે છે તથા એક પોરિસી કે દોઢ પોરિસી સુધી પાણીનો પણ ત્યાગ કરવામાં આવે છે, તેથી પ્રત્યાખ્યાનની રચના તે પ્રકારે થયેલી છે. તેમાં પ્રથમ તિવિહાર ઉપવાસને લગતા અનાભોગ, સહસાકાર, પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિ પ્રત્યયાકાર એ પાંચ આગારો રાખવામાં આવે છે અને પછી પોરિસી કે દોઢ પોરિસી સુધી પાણહારનું નમસ્કાર સહિત મુષ્ટિ-સહિત પ્રત્યાખ્યાન કરવામાં આવે છે, જેમાં અનાભોગ, સહસાકાર, પ્રચ્છન્નકાલ, દિશામોહ, સાધુ-વચન, મહત્તરાકાર, સર્વસમાધિ-પ્રત્યયાકાર, તેમજ પાણીના લેપ, અલેપ, અચ્છ, બહુલેપ, સસિન્થ અને અસિથ મળી કુલ તેર આગારો રાખવામાં આવે છે. આ પ્રત્યાખ્યાનમાં સાંજે પાણહારનું પ્રત્યાખ્યાન કરવાનું હોય છે.
ચઉવિ(હા)હાર ઉપવાસનું પ્રત્યાખ્યાન ઘણું ટૂંકું હોય છે અને તેમાં માત્ર અનાભોગ, સહસાકાર, પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિ-પ્રત્યયાકાર, એ પાંચ આગારો જ રાખવામાં આવે છે.
પાણહાર-આ પ્રત્યાખ્યાન છઠ્ઠ આદિ અટ્ટમ, અઠ્ઠાઈ વગેરે સોળ ઉપવાસ સુધીના તિવિહારના લીધેલ પચ્ચક્ખાણવાળાને દરરોજ બીજા દિવસથી પ્રભાતનું આ પચ્ચકખાણ લેવાનું હોય છે. આ પ્રત્યાખ્યાનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org