Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૩૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩
શાંત કરવા માટે સમય કરતાં વહેલું પારવું પડે તો પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી.
- પોરિસી અને સાઢપોરિસી(દોઢ પોરિસી)નાં પ્રત્યાખ્યાનમાં સૂર્યોદયથી માંડીને એક પોરિસી સુધી કે દોઢ પોરિસી સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવામાં અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિ પ્રત્યયાકાર એ ચાર આકાર-આગાર ઉપરાંત પ્રચ્છન્ન-કાલ, દિમોહ અને સાધુવચન એ ત્રણ આગારોની વધારે છૂટ રાખવામાં આવે છે, જેથી કેટલો સમય થયો છે, તેની ખબર ન પડે, અથવા દિશાનો ભ્રમ થાય કે “ઉગ્ધાડા પોરિસી એવાં સાધુનાં વચનો સાંભળીને પોરિસી કદાચ વહેલી પારી દેવાય, તો પણ પ્રત્યાખ્યાનનો ભંગ થાય નહિ. સારું-પોરિસી, પુરિમઢ (બે પોરિસી) અને અવઢ(ત્રણ પોરિસી)માં પણ આગારોની સંખ્યા સાતની જ હોય છે.
એગાસણ, બિયાસણ અને એગલઠાણનાં પ્રત્યાખ્યાનો લગભગ સરખાં જ હોય છે, તેમાં ફેર માત્ર એટલો જ હોય છે કે બિયાસણનાં પ્રત્યાખ્યાનમાં ઓગાસણને બદલે બિયાસણ બોલવામાં આવે છે અને એગલઠાણના પ્રત્યાખ્યાનમાં એગાસણની જગાએ એગલઠાણ શબ્દ બોલવામાં આવે છે તથા એગલઠાણનાં પ્રત્યાખ્યાનમાં “આઉટણ-પસારણ' નામનો આગાર બોલવામાં આવતો નથી.
આ પ્રત્યાખ્યાનમાં બની શકે તો સાઢ-પોરિસી (દોઢ પોરિસી) અને ન બની શકે તો પોરિસી કરવાનું આવશ્યક હોય છે, તેથી પહેલું પ્રત્યાખ્યાન તેનું કરવામાં આવે છે. વળી આ પ્રત્યાખ્યાન બની શકે તેટલી વિકૃતિનો ત્યાગ કરવામાં આવે તે ઈષ્ટ મનાય છે. તેથી પોરિસીના પ્રત્યાખ્યાન પછી વિકૃતિનું પ્રત્યાખ્યાન કરવામાં આવે છે અને તેમાં અનાભોગ, સહસાકાર, લેપાલેપ, ગૃહસ્થ-સંસૃષ્ટ, ઉપ્તિ -વિવેક, ૫ પ્રતીય પ્રતિ, પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિ-પ્રત્યયાકાર-એ નવ આગાર રાખવામાં આવે છે, પરંતુ તેમાંના લેપાલેપ, ગૃહસ્થ સંસૃષ્ટ, ઉસ્લિપ્ત-વિવેક, પ્રતીત્યપ્રક્ષિત અને પારિષ્ઠાપનિકા કાર–એ પાંચ આગારો સાધુઓને માટે જ સમજવાના છે. અહીં શ્રાવક-શ્રાવિકા માટે તેનું ઉચ્ચારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org